વૈજનાથ-શિરડી સહિત 5 તીર્થ સ્થાનોના કરો દર્શન, પેકેજમાં રહેવા-ખાવા-ફરવાનું ફ્રી, આ રહી તમામ માહિતી

IRCTC Tour Package: જો તમે ઘણા સમયથી પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC નું Panch Jyotirlinga Yatra પેકેજ બેસ્ટ છે.

Written by Rakesh Parmar
Updated : November 13, 2024 16:26 IST
વૈજનાથ-શિરડી સહિત 5 તીર્થ સ્થાનોના કરો દર્શન, પેકેજમાં રહેવા-ખાવા-ફરવાનું ફ્રી, આ રહી તમામ માહિતી
IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે. (તસવીર: Freepik/IRCTC)

IRCTC Tour Package: જો તમે ઘણા સમયથી પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC નું Panch Jyotirlinga Yatra પેકેજ બેસ્ટ છે. આ પેકેજમાં તમને એક સાથે ભીમકારેશ્વર, ગૃહનેશ્વર સહિત ઘણી જગ્યાએ ફરવાની તક મળશે. તો ચલો જાણીએ આ પેકેજની માહિતી.

આ રહી ટૂર પેકેજની માહિતી

IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે. આ પેકેજમાં તમને 5 રાત અને 6 દિવસ ફરવાની તક મળશે. આ ટ્રીપની શરૂઆત મદુરાઈથી થશે.

ક્યાં-ક્યાં ફરવાનું મળશે?

  • ભીમશંકર
  • ત્રયંબકેશ્વર
  • ગ્રુશનેશ્વર
  • ઔંધા નાગનાથ
  • પરલી વૈજનાથ
  • શિરડી

કેટલા દિવસની હશે ટ્રીપ?

આ ટ્રીપ 5 રાત અને 6 દિવસની હશે. આ પેકેજ 28 નવેમ્બર 2024 માટે છે.

કેટલો ખર્ચ થશે?

આ પેકેજમાં જો તમે સિંગર ઓક્યૂપેંસી માટે ટિકિટ બુક કરાવો છો તો તમને 42,400 રૂપિયાનો ખર્ચ આવશે. ડબલ શેયરિંગમાં 35,700 રૂપિયા, ટ્રીપલ શેરયિંગમાં 34,500 રૂપિયા ખર્ચ આવશે. જો તમારી સાથે આ ટ્રીપમાં કોઈ5 થી 11 વર્ષનું બાળક છે તો તેના માટે તમારે 29,500 રૂપિયા ચુકવવાના રહેશે. ત્યાં જ 2 થી 4 વર્ષનું બાળક હોય તો તમારે 24,400 રૂપિયા લાગશે.

પેકેજમાં શું-શું મળશે?

(તસવીર: IRCTC)
IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે.

અહીં જાણો કેન્સલ પોલિસી

જો તમે ટ્રીપ શરૂ થયાના 21 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે પેકેજના 30 ટકા રૂપિયા કાપી લેવામાં આવશે. પેકેજ શરૂ થયાથી 15 થી 21 દિવસની અંદર ટિકિટ કેન્સલ કરવા પર પેકેજ કોસ્ટની 55 ટકા રકમ કાપી લેવામાં આવશે. પેકેજ શરૂ થયાથી 8 થી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવા પર પેકેજ ભાડાના 80 ટકા રકમ કાપી લેવામાં આવશે. જો તમે પેકેજ શરૂ થયાના 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને પેકેજ ટિકિટનો એક પણ રૂપિયો પરત મળશે નહીં.

panch jyotirlinga tour package, panch jyotirlinga tour package 2024
(તસવીર: IRCTC)

કોઈ પણ જાણકારી માટે અહીં કોલ કરો

82879319778287932122

આ સિવાય કોઈ પણ પ્રકારની મદદ માટે તમે www.irctctourism.com પર જઈ શકો છો અને https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SMA52 આ લિંક પરથી પેકેજ બુક કરાવી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ