Video : મંદિરમાં મહારાણીએ કર્યો હંગામો, ખેંચીને બહાર કાઢ્યા, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Krishna Janmashtami, viral video : રાજકુમારી પર મંદિરમાં અભદ્રતા કરવા અને ગેરવર્તણુક કરવા અને નેશાની હાલતમાં મંદિરમાં જવાનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Krishna Janmashtami, viral video : રાજકુમારી પર મંદિરમાં અભદ્રતા કરવા અને ગેરવર્તણુક કરવા અને નેશાની હાલતમાં મંદિરમાં જવાનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Krishna Janmashtami | Panna of Madhya Pradesh | Jugal Kishore Temple

મધ્ય પ્રદેશમાં વાયરલ વીડિયો - @manishkharyal

Krishna Janmashtami, viral video : કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી દરિયમાન મધ્ય પ્રદેશના પન્નામાં મંદિરમાં હંગામો થયો હતો. અહીં જુગલ કિશોર મંદિરમાં પન્નાની રાજકુમારીએ હંગામો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. રાજકુમારી પર મંદિરમાં અભદ્રતા કરવા અને ગેરવર્તણુક કરવા અને નેશાની હાલતમાં મંદિરમાં જવાનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Advertisment

જુગલ કિશોર મંદિરના ગર્ભગૃહમાં દાખલ થઇ જીતેશ્વરી કુમારી

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે પન્ના રાજ પરિવારની મહારાની જીતેશ્વરી કુમારી જુગલ કિશોર મંદિરના ગર્ભગૃહમાં દાખલ થતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તેમણે પુજારીથી ચંવર લઇ લીધું. જ્યાં હાજર ભક્તો તરફ જોઈને ખોટી રીતે ચંવર ડુલાવા લાગી હતી. મહા આરતીમાં પણ વિઘ્ન નાંખવાની કોશિશ કરી છે.

પોલીસ કર્મચારીઓ સાથે પણ અભદ્રતા

ત્યાં હાજર લોકોએ જ્યારે જીતેશ્વરી કુમારીને રોકવાની કોશિશ કરી તો તે માની નહીં. ત્યારબાદ તેમને જબરદસ્તી ખેંચીને ગર્ભગૃહમાંથી બહાર કાઢી દીધા હતા. મહિલા પોલીસ કર્મીઓને તેમને પકડીને સંભાળવાની કોશિશ કરી હતી. પોલીસ કર્મીઓ સાથે અભદ્રતા કરવા લાગી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાનની આરતી થઈ હતી.

મંદિરના પૂજારીએ આરોપ લગાવ્યો છે કે મહારાની જીતેશ્વરી દેવી નશામાં હતી. પોલીસ વિભાગે કહ્યું કે મહામારીને મંદિર તરફથી બોલાવવામાં આવ્યા હતા. મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ પર રાજવી પરિવારના સભ્ય દ્વાર ચંવર ડુલાવાની પરંપરા છે. જેની જવાબદારી છત્રસાલ દ્વિતીયની છે. કોઇ કારણસર તેઓ આવ્યા નથી. તેમની માતા મહારાણી જીતેશ્વરી દેવી પહોંચી અને હંગામો થયો હતો.

Advertisment

મળતી જાણકારી પ્રમાણે મધ્ય પ્રદેશ પન્ના રાજ પરિવારની મહારાણી જીતેશ્વરી કુમારીની કલમ 295એ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને 353 શાસકીય કાર્યમાં વિઘ્ન નાંખવાની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મંદિરમાં અભદ્રતા કર્યા બાદ સ્થાનિક લોકો ખુબ જ આક્રોશ દર્શાવ્યો હતો.

મધ્ય પ્રદેશ વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ