Chandra Grahan 2023 : વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, જાણો તમારી રાશિ માટે કેવો રહેશે ગ્રહણ

Chandra Grahan 2023, zodiac signs effect : ચંદ્ર ગ્રહણ 5 મે 2023ના રોજ શુક્રવારની રાત્રે 8.45 વાગ્યે શરુ થશે અને મોડી રાત્રે સમાપ્ત થશે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં જોવા મળશે.

Written by Ankit Patel
Updated : April 28, 2023 14:26 IST
Chandra Grahan 2023 : વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, જાણો તમારી રાશિ માટે કેવો રહેશે ગ્રહણ
ચંદ્ર ગ્રહણ ફાઇલ તસવીર

Chandra Grahan 2023 : વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ 5 મેના દિવસે થશે. ચંદ્ર ગ્રહણ 5 મે 2023ના રોજ શુક્રવારની રાત્રે 8.45 વાગ્યે શરુ થશે અને મોડી રાત્રે સમાપ્ત થશે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં જોવા મળશે. આવી સ્થિતિમાં સૂતક કાળ માન્ય નહીં ગણાય. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડી શકે છે. અનેક રાશિઓના લાભ જ લાભ મળી શકે છે. પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત જગન્નાથ ગુરુજીથી રાશિ અનુસાર કેવું ચંદ્ર ગ્રહણ રહેશે.

મેષ રાશિ

મેમાં ચંદ્ર ગ્રહણ ભાગીદારી અથવા સહયોગથી બદલાવ લઇ શકે છે. જેનાથી મેષ રાશિવાળા પોતાના સંબંધોને પુનર્મૂલ્યાંકન કરવા અને જરૂરી સમાયોજન કરવા માટે પ્રેરિત કરી શકે છે.

વૃષભ રાશિ

મે મહિનામાં ચંદ્ર ગ્રહણ નાણાંકિય પરિવર્તન અથવા અપ્રત્યાશિ વ્યય લાવી શકે છે. જેના માટે વૃષભ રાશિના જાતકોએ પોતાના સંસાધનોને બુદ્ધિમાનીથી ઉપયોગ કરવાની જરૂર છે.

મિથુન રાશિ

મેમાં ચંદ્ર ગ્રહણ સંચારમાં અડચણ ઊભા કરી શકે છે. જેનાથી ગેરસમજ અથવા સંઘર્ષ થઇ શકે છે. જેનાથી મિથુન રાશિના જોકોએ પોતાના શબ્દો અને કાર્યો પ્રત્યે સચેત રહેવાની જરૂરત છે.

કર્ક રાશિ

મે મહિનામાં થનારા ચંદ્ર ગ્રહણ ઘરના વાતાવરણમાં પરિવર્તન લાવી શકે છે. જેના માટે કર્ક રાશિના જાતકોએ અનુકૂળ થવું અને ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂરત છે. પોતાના ઉપર થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

સિંહ રાશિ

મેમાં ચંદ્ર ગ્રહણ રચનાત્મક પરિયોજનાઓ અથવા શોખમાં બદલાવ લાવી શકે છે. સિંહ રાશિના જાતકોને કલાત્મક ચીજો ઉપર પોતાનો રસ વધશે. આ સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઇ શકે છે.

આ પણ વાંચોઃ- માત્ર આ ચાર અંક ખોલશે તમારું ભાગ્ય, દરેક ક્ષેત્રમાં સફળાની સાથે ધન-સંપત્તિ

કન્યા રાશિ

મેમાં ચંદ્ર ગ્રહણ કન્યા રાશિના જાતકોને દિનચર્ચા અથવા સ્વાસ્થ્યની આદતોમાં બદલાવ લાવશે. આમ કન્યા રાશિના જાતકોએ પોાતની ભલાઈ પર ધ્યાન આપવા અને જરૂરી સમાયોજન કરવા માટે પ્રેરિત કરવામાં આવી શકે છે.

તુલા રાશિ

મે મહિનામાં થનારું ચંદ્ર ગ્રહણ તુલા રાશિના લોકોના સંબંધોમાં ફેરફાર અથવા અડચણ લાવી શકે છે. જેનાથી તુલા રાશિના જાતકોને બીજા સાથે પોતાની વાતચીમાં સંતુલન અને સામંજસ્ય સ્થાપિત કરવા માચે પ્રેરિત કરવામાં આવી શકે છે. આમાં સ્વસ્થ્ય સીમાઓ નિર્ધારિત કરવા અથવા સંઘર્ષોને નિષ્પક્ષ અને કૂટનીતિક રીતે હલ કરવું સામેલ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

મેમાં થનારું વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભાવનાત્કમ તીવ્રતા અને આત્મનિરીક્ષણ લાવી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને પોતાનાથી જ સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે.

ધન રાશિ

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ યાત્રા યોજનાઓ અથવા શૈક્ષણિક ગતિવિધિઓમાં બદલાવ લાવશે. ધન રાશિના જાતકોએ નવા અને અપ્રત્યાશિત રીતે પોતાની ક્ષિતિજને અનુકૂલિ કરવા અને વ્યાપક બનાવવા માટે પ્રેરિત કરશે.

આ પણ વાંચોઃ- વિવાહ મુહૂર્ત 2023 : ગુરુ ઉદય સાથે લગ્ન સિઝન શરુ, જાણો મે અને જૂનમાં આવનારા લગ્નના શુભ મુહૂર્ત

મકર રાશિ

મે મહિનામાં થનારું ચંદ્ર ગ્રહણ મકર રાશિના લોકોના પ્રોફેશનલ જીવનમાં બદલાવ અથવા અડચણ લાવી શકે છે. જેનાથી આ રાશિના જાતકોએ પોતાના લક્ષ્યોને પુનર્મૂલ્યાંકન કરવા અને પોતાના કરિયર પથમાં આવશ્યક સમાયોજન કરવા માટે પ્રેરિત કરી શકે છે.

કુંભ રાશિ

મે મહિનામાં થનારું ચંદ્ર ગ્રહણ કુંભ રાશિના જાતકો માટે અડચણ ઊભી કરી શકે છે. જેનાથી તેમને પોતાની સમજદારીની અંદર સ્વતંત્રા અને વ્યક્તિગ શોધ કરવા માટે પ્રેરિત કરી શકે છે.

મીન રાશિ

મે મહિનામાં થનારું વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ભાવનાત્કમ તીવ્રતા અને અંતર્જ્ઞાન વધારે શકે છે. જેનાથી મીન રાશિના લોકોએ પોતાની પ્રવૃત્તિ પર વિશ્વાસ કરીને પોતાની ભાવનાત્મક ભલાઈનો ખ્યાલ રાખવનો આગ્રહ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ