અંકશાસ્ત્ર અનુસાર જીવનમાં અંકનું વિશેષ મહત્વ છે કારણ કે આપણા જીવનમાં આ દરેક એક પહેલુ સાથે જોડાયેલા છે. માનવામાં આવે છે કે 0થી 9 સુધી આંકડા દ્વારા વ્યક્તિ પોતાનું ભાગ્ય, અવસરથી લઇને પડકાર વિશે એક હદ સુધી જાણી શકે છે. આ અંક જ નથી પરંતુ આ નવગ્રહ સાથે સંબંધ ધરાવે છે. દરેક અંકના લાભ અને નુકસાન અલગ અલગ હોઈ શકે છે.
અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિ નંબરોથી કેટલાક ઉપાય કરીને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની સાથે સાથે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવી જ રીતે ચાર અંગ વિશે વાત કરીશું. જેને લખવા અને વાંચવા માત્રથી જ દરેક દુઃખથી છૂટકારો મળી શકે છે. આ સાથે જ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થઈ શકે છે.
હાથમાં લખો આ ચાર નંબર
અંકશાસ્ત્ર અનુસાર વાદળી, લાલ અથવા લીલા રંગની પેનથી પોતાની હથેળી અથવા જ્યાં યોગ્ય લાગે ત્યાં ચાર અંક એટલે કે 2190 લખી લો. આને દિવસમાં અનેક વખત જુઓ અને વાંચો.
આ પણ વાંચોઃ- વિવાહ મુહૂર્ત 2023 : ગુરુ ઉદય સાથે લગ્ન સિઝન શરુ, જાણો મે અને જૂનમાં આવનારા લગ્નના શુભ મુહૂર્ત
કયા ગ્રહો સાથે સંબંધીત છે આ અંક
0 નંબર- આ અંક આખા બ્રહ્માણને દર્શાવે છે. આના વગર અંકની ગણના પણ કરી શકાય નહીં.
2 નંબર – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 નંબરને ચંદ્રમાનો માનવામાં આવે છે. ચંદ્રને ભાવના સાથે જોડવામાં આવે છે. આ આપણા મનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ મારું મગજ શાંત અને સચેત રાખે છે.
1 નંબર – 1 નંબરનો સ્વામી સૂર્ય છે. ભાવનાઓને કંટ્રોલ કરવા માટે સૂર્ય અથવા આત્માને મજબૂત થવું ખૂબજ જરુરી છે. કુંડળીમાં સૂર્યનું મજબૂત હોવાથી વ્યક્તિને માન-સમ્માનની સાથે પદ્દોન્નિ મળે છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
9 નંબર- 9 નંબરને ગ્રહોના સેનાપ, યુદ્ધના દેવતા મંગળનું માનવામાં આવે છે. મંગળનો મજબૂત હોવાથી જીવનમાં ખુશિઓ જ ખુશિઓ આવે છે. આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ વ્યક્તિના અંદર સાહસ આવી જાય છે.
3 નંબર – જ્યારે 2190 સાથે આ નંબરને જોડવામાં આવે છે ત્યારે 12 ને છે આ બંને નંબરોને એકબીજા સાથે જોડવામાં આવે તો 3 બને છે. આ અંકના સ્વામી રાહુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
આ પણ વાંચોઃ- 27 એપ્રિલે ગુરુ પુષ્ય યોગની સાથે બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, આ કામોને કરવાથી થઈ શકે છે ધન-ધાન્યમાં વૃદ્ધિ
આ અંકોનું કોમ્બિનેશન
આ બધા નંબરોને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે રાહુ, સૂર્ય, ચંદ્ર અને મંગળને જોડીએ તો વ્યક્તિને સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ, સારું સ્વાસ્થ્ય, ખુશહાલી, સૌભાગ્યની સાથે સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.