/indian-express-gujarati/media/media_files/2026/01/30/magh-purnima-2026-2026-01-30-22-06-41.jpg)
Magh Purnima 2026 Date : હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે Photograph: (ફાઇલ ફોટો)
Magh Purnima 2026 Date : હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
શાસ્ત્રો અનુસાર આ દિવસે દાન, જાપ અને પુણ્યકાર્યો કરવાથી વિશેષ પરિણામ આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે
એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ થાય છે. આ કારણે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે સંગમમાં સ્નાન કરવા જાય છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે આ વર્ષે માઘ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે. સાથે જ સ્નાનનો શુભ સમય અને મહત્વ પણ જાણો.
માઘા પૂર્ણિમા 2026 તારીખ
દ્રિક પંચાંગ અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાની તારીખ 1 ફેબ્રુઆરીએ સવારે 5:51 વાગ્યે શરૂ થાય છે, જે 2 ફેબ્રુઆરીએ સવારે 3:38 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમા રવિવારને 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
માઘ પૂર્ણિમા 2026 શુભ યોગ
પંચાંગ અનુસાર આ વર્ષે માઘ પૂર્ણિમા પર ઘણા શુભ યોગોનું નિર્માઇ થઇ રહ્યું છે. આ દિવસે રવિ પુષ્ય યોગની સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ, પ્રીતિ યોગ અને આયુષ્માન યોગ બની રહ્યો છે. ચતુર્ગ્રહી યોગ, શુક્ર ઉદય રહેશે. આ દિવસે રવિ પુષ્ય યોગ સવારે 07.11 થી રાત્રે 11.59 સુધી રહેશે.
સ્નાન અને દાનનું મહત્વ
માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના બધા પાપ દૂર થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરીને ઘરમાં સ્નાન કરી શકો છો.
આ પણ વાંચો - હોળાષ્ટક ક્યારથી શરુ થશે? 8 દિવસ બંધ રહેશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને અન્ય માહિતી
આ દિવસે સ્નાન કરવાની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં તે કરવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે, જે સવારે 5.24 વાગ્યાથી શરૂ થાય છે અને સવારે 6.17 વાગ્યા સુધી ચાલે છે. જોકે તમે આ પછી પણ સ્નાન કરી શકો છો.
આ દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર, ધન અને ભોજનનું દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુઓ (દૂધ, દહીં, ચોખા વગેરે) દાન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
ભગવાન વિષ્ણુ અને શિવની પૂજાનું મહત્વ
માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જે લોકો જીવનમાં સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, તેમણે આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરીને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવની કૃપા વરસતી હોય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us