/indian-express-gujarati/media/media_files/2026/01/16/mahashivratri-2026-date-2026-01-16-19-13-30.jpg)
Mahashivratri 2026 : મહાશિવરાત્રીનો તહેવાર મહા વદ ચૌદશ તિથિ પર ઉજવાય છે. Photograph: (Freepik)
MahaShivratri 2026 Date : મહાશિવરાત્રીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે મહા વદ ચૌદશ તિથિ પર શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે માત્ર શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આ વર્ષે ચૌદશ તિથિ બે દિવસ હોવાથી મહાશિવરાત્રીનો તહેવાર કયો દિવસ ઉજવવો વધુ શુભ રહેશે તે અંગે ભક્તોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં, મહાશિવરાત્રીની ચોક્કસ તારીખ શું છે, ચાર પ્રહરમાં શિવલિંગ પર જળાભિષેક માટે શુભ મુહૂર્ત કયું છે અને આ તહેવારનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે તે જાણવું જરૂરી બની જાય છે. ચાલો આપણે મહાશિવરાત્રીની ચોક્કસ તારીખ, ચાર પ્રહરના સમયથી લઇ શુભ મુહૂર્ત સુધી દરેક બાબત જાણીયે.
Mahashivratri 2026 Date : મહાશિવરાત્રી ક્યારે છે?
દ્વિક પંચાંગ મુજબ મહા માસની વદ ચૌદશ તિથિ 15 ફેબ્રુઆરીએ સાંજે 05:04 વાગ્યે શરૂ થાય છે, જે 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં નિશિથ કાલની પૂજાના કારણે તે 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
Mahashivratri 2026 Shubh Muhurat : મહાશિવરાત્રી 2026 શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત - સવારે 05:21 થી 06:12
અભિજીત મુહૂર્ત - બપોરે 12:15 થી 12:59
મહાશિવરાત્રી દિવસ નિશિથ પૂજા મુહૂર્ત - મોડી રાત 12:11 થી 01:02 AM
Maha Shivaratri 2026 Char Prahar Puja Muhurat : મહા શિવરાત્રી 2026 ચાર પ્રહર પૂજા મુહૂર્ત
પ્રથમ પ્રહર - 15 ફેબ્રુઆરી 2026, સાંજે 06:11 થી 09:23 સુધી
બીજો પ્રહત - 15 ફેબ્રુઆરી 2026, રાતે 09:23 થી 12:36 સુધી
ત્રીજો પ્રહત - 15 ફેબ્રુઆરી 2026, મધ્ય રાત્રી 12:36 થી 03:47 સુધી
AM ચોથો પ્રહત - 16 ફેબ્રુઆરી 2026, રાતે 03:47 થી 06:59 સુધી
મહાશિવરાત્રી 2026 તારીખ પારણ સમય
મહાશિવરાત્રીના ઉપવાસ બાદ પારણ કરવા માટે 16 ફેબ્રુઆરી સવારે 07 થી 15:24:26 સુધીનો સમય શુભ રહેશે.
મહાશિવરાત્રી પર વિશેષ યોગ
પંચાંગ અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સર્વાર્થ સિદ્ધિ યોગ પર શિવ પૂજા કરવાથી અનેકગણું ફળ મળી શકે છે. આ દિવસે, સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:04 થી સાંજના 07:48 સુધી છે. આ સિવાય વ્યાતિપાત યોગ 16 ફેબ્રુઆરીએ વહેલી સવારથી 02:47 સુધી અને શ્રાવણ નક્ષત્ર ઉત્તરાષડ સાથે રહેશે.
આ પણ વાંચો | વસંત પંચમી ક્યારે છે 23 કે 24 જાન્યુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મંત્ર
Mahashivratri 2026 Puja Samagri : મહાશિવરાત્રી 2026 પૂજા સામગ્રી
ભગવાન શિવની પૂજા માટે આ દિવસે કેટલીક વિશેષ સામગ્રીનો ઉપયોગ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂજા દરમિયાન બિલિપત્ર, ભાંગ, ધતુરા, ભસ્મ અને ફુલ અર્પણ કરવામાં આવે છે. અભિષેક માટે ગંગાજળ, પંચામૃત, ગાયનું દૂધ, દહીં, મધ અને શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત પૂજા સામગ્રીમાં પાંચ પ્રકારના ડ્રાયફુટ્સ, અત્તર, નાડાછડી, ચંદન, ધૂપ, દીપક અને કપૂરનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભગવાન શિવને વસ્ત્રો અને શણગાર અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us