મહાશિવરાત્રી પર કરો મહામૃત્યુંજય જાપ, બની જશે બધા બગડેલા કામ; જાણો વિધિ, અર્થ અને નિયમ

Mahamrityunjay Mantra: સનાતન ધર્મમાં ભગવાન શિવને સર્વોચ્ચ દેવ માનવામાં આવે છે. તેમને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે અને તેઓ મહાકાલ, સર્વકાળનો કાળ છે. એવું કહેવાય છે કે તેમની કૃપાથી મોટામાં મોટા સંકટને પણ ટાળી શકાય છે.

Written by Rakesh Parmar
February 25, 2025 22:40 IST
મહાશિવરાત્રી પર કરો મહામૃત્યુંજય જાપ, બની જશે બધા બગડેલા કામ; જાણો વિધિ, અર્થ અને નિયમ
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના ફાયદા (તસવીર: Freepik)

Mahamrityunjaya Mantra Lyrics in Gujarati: પંચાંગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવની પૂજા અને તેમનો અભિષેક કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં ભગવાન શિવના ઘણા ચમત્કારિક મંત્રો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક મહામૃત્યુંજય મંત્ર છે. આવામાં મહાશિવરાત્રીના શુભ અવસર પર આજે અમે તમને ભગવાન શિવના સૌથી અસરકારક મહામૃત્યુંજય મંત્ર વિશે જણાવીશું. ચાલો આ મંત્રની પદ્ધતિ, નિયમો, અર્થ અને ફાયદા વિશે જાણીએ.

મહામૃત્યુંજય મંત્ર શા માટે ખાસ છે?

સનાતન ધર્મમાં ભગવાન શિવને સર્વોચ્ચ દેવ માનવામાં આવે છે. તેમને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે અને તેઓ મહાકાલ, સર્વકાળનો કાળ છે. એવું કહેવાય છે કે તેમની કૃપાથી મોટામાં મોટા સંકટને પણ ટાળી શકાય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવના ઘણા ચમત્કારિક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મહામૃત્યુંજય મંત્રને સૌથી અસરકારક અને દિવ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય અને ખુશી મળે છે. જો તમે ભય, રોગ અને અકાળ મૃત્યુથી બચવા માંગતા હો, તો મહામૃત્યુંજય મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આ મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદ અને યજુર્વેદમાં પણ મળે છે.

મહામૃત્યુંજય મંત્ર

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

ગુજરાતીમાં તેનો અર્થ છે – આપણે આ સમગ્ર બ્રહ્માંડના રાલનહાર, ત્રણ આંખોવાળા ભગવાન શિવની પૂજા કરીએ છીએ. આ સમગ્ર વિશ્વમાં સુગંધ ફેલાવનાર ભગવાન શંકર આપણને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે, જેથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ.

આ પણ વાંચો: માત્ર ભારત જ નહીં પણ ‘આ’ 7 દેશોમાં પણ ઉત્સાહથી ઉજવાય છે મહાશિવરાત્રી

મહામૃત્યુંજય મંત્રનો જાપ કેવી રીતે કરવો?

મહામૃત્યુંજય મંત્રનો જાપ 1.25 લાખ વાર કરવાનું મહત્વ છે, પરંતુ જો આ શક્ય ન હોય તો તમે 108 વાર પણ કરી શકો છો. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ ખાસ ફળદાયી રહે છે. પરંતુ જો તમે આ મંત્રનો જાપ અન્ય કોઈ મહિનામાં કરવા માંગતા હો તો તમે સોમવારથી શરૂ કરી શકો છો. આ મંત્રનો જાપ કરતી વખતે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. શિવલિંગ પર અભિષેક કરતી વખતે આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે મંત્રનો જાપ કરતી વખતે કુશા આસન પર બેસો અને તમારું મુખ પૂર્વ તરફ રાખો.

મહામૃત્યુંજય મંત્રના ફાયદા

  • ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મંત્રના પ્રભાવથી વ્યક્તિના અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
  • આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે.
  • જો કોઈ વ્યક્તિ નિયમિતપણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકતો નથી તો તેને ફક્ત સાંભળવાથી પણ નકારાત્મકતા દૂર થાય છે.
  • આ મંત્રના પ્રભાવથી તણાવ અને ચિંતા દૂર થાય છે અને મનને શાંતિ મળે છે.
  • એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ધન, સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે આ ભૂલો ન કરો
  • મહામૃત્યુંજય મંત્રનો સાચો ઉચ્ચારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે. તેથી આ મંત્રનો ઉચ્ચાર યોગ્ય રીતે કરો.
  • મંત્ર જાપ કરતી વખતે સ્વચ્છ જગ્યાએ બેસો અને કુશ અથવા ઊનથી બનેલી સાદડીનો ઉપયોગ કરો.
  • આ મંત્રનો જાપ ફક્ત રુદ્રાક્ષની માળાથી જ કરવો જોઈએ.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગ પર પાણી અથવા દૂધ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
  • દરરોજ ચોક્કસ સંખ્યામાં મંત્રનો જાપ કરો. બીજા દિવસે તેમની સંખ્યા વધારો, પણ ઘટાડો નહીં.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને કરવો જોઈએ.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ