/indian-express-gujarati/media/media_files/2026/02/14/mahashivratri-2026-2026-02-14-16-32-03.jpg)
Mahashivratri 2026 : મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉજવવામાં આવશે
Mahashivratri 2026 : મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. શિવભક્તો મહાશિવરાત્રીની રાહ આતુરતાથી જોતા હોય છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર મિલનની ઉજવણી કરે છે. ઘણા લોકો નિર્જળા ઉપવાસ પણ કરે છે, રાત્રે જાગરણ કરે છે પૂરા વિધિ વિધાન સાથે શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર અર્પણ કરે છે.
પરંતુ પૂજા પછી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જો મંદિરથી પાછા ફરતી વખતે અથવા ઘરે આવતી વખતે કેટલીક ભૂલો થાય છે તો પૂજાનું ફળ ઓછું થઈ શકે છે અને ભગવાન શિવ નારાજ થઈ શકે છે.
15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી મનાવવામાં આવશે
દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભોલેનાથના દર્શન માટે સવારથી જ મંદિરોમાં કતારમાં ઉભા રહે છે, શિવલિંગને જળાભિષેક કરે છે અને રાત્રે જાગીને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે.
મંદિરમાંથી ખાલી હાથે પાછા ન આવો
શિવ મંદિરમાં જતી વખતે ભક્તો પાણી, દૂધ, ફળો, ફૂલો અથવા પ્રસાદ લઈ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે મંદિરમાંથી ક્યારેય ખાલી હાથે ઘરે પાછા ફરવું જોઈએ નહીં. જે પાત્ર કે લોટોમાં પાણી લીધું હોય તેમાં મંદિરનો પ્રસાદ, ચરણામૃત, ફૂલ કે થોડું પવિત્ર જળ લઈને જ ઘરમાં પ્રવેશ કરો. આવું કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ભગવાન શિવના આશીર્વાદ રહે છે.
તરત જ હાથ-પગ ન ધોવા
ઘણા લોકો મંદિરમાંથી પાછા ફરતાની સાથે જ પહેલા હાથ-પગ ધોઈ નાખે છે. પરંતુ ધાર્મિક માન્યતા મુજબ મંદિરથી આવ્યા પછી અથવા રસ્તામાં ક્યાંય પણ હાથ-પગ ધોવા જોઈએ નહીં. આમ કરવાથી મંદિરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે. ઘરે આવ્યા પછી પહેલા ભગવાનને પ્રણામ કરો, પ્રસાદને આદરપૂર્વક રાખો અને થોડા સમય પછી તમારા હાથ-પગ ધોઈ લો.
આ પણ વાંચો - મહાશિવરાત્રી પહેલા સપનામાં આ વસ્તુઓ દેખાવી શુભ માનવામાં આવે છે, જાણો સ્વપ્ન શાસ્ત્રના મતે તેનું મહત્વ
પ્રસાદનું સન્માન કરો
મંદિરમાંથી લાવવામાં આવેલી પ્રસાદને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘરે આવતાની સાથે જ તે ખાવો જોઈએ નહીં. રસ્તામાં પણ ખાવો જોઈએ નહીં. પ્રથમ પ્રસાદને સ્વચ્છ અને પવિત્ર સ્થળે રાખો પછી પરિવાર સાથે મળીને શ્રદ્ધાથી ગ્રહણ કરો. અશુદ્ધ જગ્યાએ કદી પ્રસાદ ન રાખવો અને તેનું અપમાન ન કરવું. શાસ્ત્રોમાં પ્રસાદનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
લડાઇ અને ઝઘડાથી દૂર રહો
મંદિરથી પરત ફરતી વખતે અને ઘરે પહોંચ્યા પછી મન શાંત અને ખુશ રહેવું જોઈએ. આવી સ્થિતિમાં કોઈએ કોઈની સાથે દલીલ કરવી જોઈએ નહીં અથવા ઝઘડવું જોઈએ નહીં. નકારાત્મક વાતો કરવાથી પણ દૂર રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે. મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ જાળવવું ખૂબ જ જરૂરી છે.
મંદિરમાંથી આવ્યા પછી તરત જ ઊંઘવું નહીં
કેટલાક લોકો ઉપવાસ અને પૂજા પછી થાકને કારણે તરત જ સૂઈ જાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે મંદિરમાંથી પાછા ફર્યા પછી તરત જ ઊંઘવુંએ શુભ માનવામાં આવતું નથી. પહેલા ભગવાનનું સ્મરણ કરો, ઘરના વડીલોના આશીર્વાદ લો અને થોડો સમય ભજન અથવા ધ્યાનમાં વિતાવો. આ પૂજાના ફળમાં વધારો કરે છે અને ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે.
ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી શિવ પુરાણ અને પ્રચલિત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પૂર્ણ સત્યતા અને પરિણામોની પુષ્ટિ કરતા નથી. કોઈ પણ વિધિ અથવા ઉપાય અપનાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા જ્યોતિષીની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us