Mahashivratri 2026 : મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું છે અંતર? જાણો તફાવત અને મહત્વ

Mahashivratri 2026 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ ઉજવવામાં આવશે. શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું તફાવત છે અને તેમનું મહત્વ શું છે

Mahashivratri 2026 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ ઉજવવામાં આવશે. શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું તફાવત છે અને તેમનું મહત્વ શું છે

author-image
Ashish Goyal
New Update
Mahashivratri and Masik Shivratri difference

Mahashivratri 2026 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ ઉજવવામાં આવશે

Mahashivratri 2026 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ ઉજવવામાં આવશે. શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે, પરંતુ ઘણી વખત લોકો મહાશિવરાત્રી અને શિવરાત્રિને લઈને મુંઝવણમાં મુકાઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે બંને એક જ છે, જ્યારે હકીકતમાં તે અલગ છે. અમે તમને જણાવીએ કે આ બંને વચ્ચે શું તફાવત છે અને તેમનું મહત્વ શું છે.

Advertisment

હિંદુ પંચાંગ અનુસાર મહા વદ ચૌદસની તિથિએ દર વર્ષે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ છે. 

મહાશિવરાત્રી શું છે?

તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તે મહા વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા, તેથી મહાશિવરાત્રીનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ આપનારો માનવામાં આવે છે. 

આ અવસરે મંદિરોમાં શિવ-પાર્વતીની વિશેષ પૂજા થાય છે, ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને ઘણી જગ્યાએ શિવ સરઘસ પણ કાઢવામાં આવે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે અને કહેવાય છે કે આ રાત મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે ભક્તો રાત્રે જાગરણ કરે છે અને સાચા દિલથી શિવની પૂજા કરે છે તો ભોલેનાથ પોતાની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Advertisment

શિવરાત્રી એટલે શું?

હવે વાત કરીએ શિવરાત્રીની. શિવરાત્રી દર મહિને આવે છે, તેથી તેને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. તે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર થાય છે. આ દિવસે શિવની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો શિવરાત્રી કરતા મહાશિવરાત્રિનું મહત્વ વધારે છે. શિવરાત્રીના દિવસે વ્રત કરવું અને શિવલિંગને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

આ પણ વાંચો - શિવ મંદિરથી ઘરે પરત ફર્યા પછી બિલકુલ ના કરો આ 5 કામ, શાસ્ત્રોમાં છે મનાઇ

મહાશિવરાત્રી અને શિવરાત્રીનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રી વર્ષમાં એક વાર આવે છે અને આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. જ્યારે શિવરાત્રી દર મહિને એક વાર આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી કરતા મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું વધારે છે. આ દિવસે વ્રત કરવું, રાત્રે જાગરણ કરવું  અને ભગવાન શિવની પૂજા કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે, પરિવારમાં સુખ-શાંતિ અને જીવનમાં સફળતા મળે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર મહાશિવરાત્રી ધર્મ ભક્તિ