/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-kite-festival-2026-01-13-13-27-38.jpg)
Kite Flying Importance on Makar Sankranti : મકરસંક્રાતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવવાનું મહત્વ. Photograph: (Freepik)
Uttarayan 2026, Kite Flyling Tradition : હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવા કેલેન્ડર વર્ષનો પ્રથમ તહેવાર પણ છે. મકરસંક્રાંતિના તહેવારનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. ભારતમાં મકરસંક્રાંતિ પર લોકો પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરે છે. મકરસંક્રાંતિના દિવસે અનાજ, તલ, ગોળ, કપડાંનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. પરંતુ આજના દિવસે સદીઓથી ચાલતી આવી રહેલી વધુ એક પરંપરા છે, પતંગ ચગાવવાની પરંપરા છે. આ દિવસે લોકો ઉત્સાહથી પતંગ ઉડાવે છે.
Makar Sankranti Important : મકરસંક્રાંતિ મહત્વ
કૃષિ, પરંપરાઓ અને સામાજિક જોડાણના પ્રતિક મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ માંથી બનેલા લાડુ, ચીક્કી, રેવાડી, ખીચડો ખાવાનું અને ખવડાવવાનું વિશેષ મહત્વ ધરાવે છે. જો કે, આ લેખમાં, અમે તમને જણાવીશું કે મકરસંક્રાંતિ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે.
Why Kite Fly On Makar Sankranti : મકરસંક્રાંતિ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે?
મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવા વિશે ઘણી કહાણીઓ પ્રચલિત છે. મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાની પરંપરા ત્રેતાયુગમાં ભગવાન રામે શરૂ કરી હોવાનું મનાય છે. ધાર્મિક માન્યતા મુજબ મકર સંક્રાતિ પર સૌથી પહેલા પતંગ ભગવાન શ્રીરામે ઉડાવી હતી. કહેવાય છે કે, એક વખત પ્રભુ શ્રીરામ પતંગ ચગાવી રહ્યા હતા, તેમની પતંગ આકાશમાં એટલી ઉંચી જતી રહી કે તેઓ ઇન્દ્રલોક પહોંચી ગયા હતા. આ ઘટનાની યાદમાં મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાની પરંપરા શરૂ થઇ છે. રામચરિતમાનસના બાળકાંડમાં ભગવાન શ્રીરામ દ્વારા પતંગ ચગાવવાનો ઉલ્લેખ મળે છે, જેમા તુલસીદાસ લખે છે...
म इक दिन चंग उड़ाई।
इंद्रलोक में पहुँची जाई॥'
Health Benefits Of Kite Flying : પતંગ ઉડાવાના સ્વાસ્થ્ય લાભ
સામાન્ય રીતે, ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે. હકીકતમાં, મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ગતિ કરે છે અને શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે. આવી સ્થિતિમાં પતંગ ઉડાવતી વખતે શરીર પર સૂર્યપ્રકાશ પડે છે, જે શરીરને વિટામિન ડી આપે છે અને શિયાળાની બીમારી સામે રક્ષણ આપે છે.
ઉત્તરાયણથી શિયાળાની ઠંડી ઓછી થવા લાગે અને હવામાન બદલાય છે. આ દરમિયાન સૂર્યનો તડકો શરીર માટે ફાયદાકારક હોય છે. પતંગ ચગાવતી વખતે સૂર્ય પ્રકાશ શરીર પર પડતા વિટામીન ડી મળે છે, તેનાથી હાકડાં મજબૂત થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. પતંગ ઉડાડવાથી શરીરનું હલચલ થાય છે, તેનાથી બોડી એક્ટિવ બને છે.
કુટુંબ અને સમાજીક સાથેનું જોડાણ
ઉત્તરાયણ પર પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવામાં આવે છે. તેનાથી એકબીજા વચ્ચે સંવાદિતા અને પ્રેમ વધે છે. આ દિવસે, પરિવાર અને નજીકના લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને ઉજવણી કરે છે. ઘણા લોકો પતંગ ચગાવતી વખતે એકબીજાના પતંગ પણ કાપી નાખતા હતા. મકરસંક્રાંતિના દિવસે હવામાન સુખદ હોય છે, જે પતંગ ઉડાડવાનો શ્રેષ્ઠ સમય છે.
આ પણ વાંચો | ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે આ 6 બાબત ધ્યાનમાં રાખો, નહીંત્તર મજા બની જશે સજા
ગુજરાતની ઉત્તરાયણ દુનિયાભરમાં પ્રખ્યાત
મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાની પરંપરા ઘણી પ્રચલિત છે. આમ તો દેશના અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની પરંપરા છે. જો કે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મોટા પાયે અને ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ ઉડાવવામાં આવે છે. તેમાય ગુજરાતની ઉત્તરાયણ દુનિયાભરમાં પ્રખ્યાત છે અહીં મકરસંક્રાંતિનો તહેવાલ બે દિવસ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવાય છે. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગથી ભરાઇ જાય છે. આ દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. આ દિવસે આકાશમાં ચારે બાજુ માત્ર પતંગ જ જોવા મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us