/indian-express-gujarati/media/media_files/2026/03/07/papmochani-ekadashi-2026-2026-03-07-19-25-07.jpg)
પોપમોચની એકાદશીની તારીખ, શુભ મુહૂર્ત, પારણાનો સમય અને મંત્ર જાણીએ.
Papmochni Ekadashi 2026 Date : હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે કુલ 24 એકાદશી હોય છે. આવી સ્થિતિમાં દર મહિને એક એકાદશી સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં પડે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીને પાપમોચની અગિયારસ કહેવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીના ઉપવાસની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળી શકે છે. આ સાથે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી હોળી અને ચૈત્ર નવરાત્રીની વચ્ચે આવે છે. પોપમોચની એકાદશીની તારીખ, શુભ મુહૂર્ત, પારણાનો સમય અને મંત્ર જાણીએ.
પાપમોચની એકાદશી 2026 શુભ મુહૂર્ત
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ - 14 માર્ચે સવારે 8.10 મિનિટે આરંભ.
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ સમાપ્ત - 15 માર્ચના રોજ સવારે 09:16 વાગ્યે
પોપમોચની એકાદશી 2026 તારીખ - 15 માર્ચ 2026, રવિવાર
પોપમોચની એકાદશી 2026 પારણા સમય
હિન્દુ પંચાગ મુજબ 16 માર્ચ સવારે 6.30 થી 8.54 સુધી છે.
પાપમોચની એકાદશી 2026 મહત્વ
પોપમોચની એકાદશી વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત્ પૂજા કરવાથી જાતકોને અજાણતાં કરેલા પાપોથી મુક્તિ મળી શકે છે અને કોઈ મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ સાથે જીવનમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ બન્યો રહે છે.
આ પણ વાંચો - ચૈત્ર નવરાત્રી આ દિવસથી શરૂ થશે, જાણો મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાની તારીખ
પાપમોચની એકાદશી 2026 પર આ મંત્રોનો જાપ કરો
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ નમો નારાયણાય ઓમ
ૐ વિષ્ણુવે નમઃ
ૐ હૂં વિષ્ણુવે નમઃ
ૐ અં વાસુદેવાય નમ:
ૐ આં શંકર્ષણાય નમઃ
ૐ અં પ્રદ્યુમ્નાય નમઃ
ૐ અ : અનિરુદ્ધાય નમઃ
શંતાકારમ ભુજંગશયનમ્ પદ્મનાભ સુરેશં
વિશ્વાધારમ્ ગગન સદશં મેઘવર્ણ શુભાંગમ્
ડિસ્ક્લેમર - આ લેખ સંપૂર્ણપણે જ્યોતિષીય ગણતરીઓ અને ધારણાઓ પર આધારિત છે. અમે તેની સચ્ચાઈની અથવા કોઈ નફા કે નુકસાનની પુષ્ટિ કરતા નથી. વધુ માહિતી માટે કૃપા કરીને પંચાંગ, શાસ્ત્ર અથવા પંડિત પાસે જાણકારી મેળવો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us