/indian-express-gujarati/media/media_files/2025/12/29/paush-putrada-ekadashi-upay-2025-12-29-19-06-11.jpg)
Paush Putrada Ekadashi Upay : પોષ સુદ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે
Paush Putrada Ekadashi Upay : પોષ સુદ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં આ તિથિને શુભ માનવામાં આવે છે. આ વર્ષે 30 ડિસેમ્બરે પુત્ર એકાદશી ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરીને વ્રત કરવાથી યોગ્ય બાળક મળે છે અને બાળકના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે સાથે અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પુત્રદા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાની વિધિ પણ બતાવવામાં આવી છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમને પુત્રદા એકાદશી પર કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. સાથે જીવનમાં સમૃદ્ધિ છે. પૈસા આવવાના નવા રસ્તાઓ ખુલે છે. ચાલો આ ઉપાયો વિશે જાણીએ.
વિવાહિત જીવનમાં મીઠાશ રહેશે
પોષ પુત્રદા એકાદશીના દિવસે માતા તુલસીની ચાલીસાનો પાઠ કરવો પણ મંગલકારી રહે છે. સાથે જ તેનો 16 શ્રૃંગાર પણ કરવો જોઈએ. આમ કરવાથી વિવાહિત જીવનમાં મીઠાશ રહે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહે છે. સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
તુલસી માતા પાસે દીવો પ્રગટાવો
પુત્રદા એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરો અને પછી સાંજે તુસલી પાસે ઘી નો દીવો પ્રગટાવો. આમ કરવાથી જીવનમાં પૈસાની ખોટ રહેતી નથી. હકારાત્મક ઉર્જા રહે છે. ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે.
આ પણ વાંચો - પોષ પુત્રદા એકાદશી 30 કે 31 ડિસેમ્બરે ક્યારે છે? જાણો તારીખ,પારણા સમય અને મહત્વ
તુલસી પર આ એક વસ્તુ બાંધો
તુલસીની ડાળી પર લાલ કલાવા બાંધવાથી બધી મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે. સાથે સાથે સ્વાસ્થ્યની પણ પ્રાપ્તિ થાય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us