પ્રેમાનંદ મહારાજના મતે વર્ષ 2026ના પહેલા દિવસે કરો આ કાર્ય, આખું વર્ષ ધન-ધાન્યની અછત રહેશે નહીં

Premanand Maharaj : પ્રેમાનંદ મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શ્રદ્ધાળુ તેમને પૂછી રહ્યો છે કે 2026 ના નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. જેના પર પ્રેમાનંદજી મહારાજ આ પ્રમાણે ઉત્તર આપે છે

Premanand Maharaj : પ્રેમાનંદ મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શ્રદ્ધાળુ તેમને પૂછી રહ્યો છે કે 2026 ના નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. જેના પર પ્રેમાનંદજી મહારાજ આ પ્રમાણે ઉત્તર આપે છે

author-image
Ashish Goyal
New Update
premanand maharaj

Premanand Maharaj : પ્રેમાનંદ મહારાજ એક મોટિવેશનલ સ્પીકર અને મહાન સંત છે

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj : પ્રેમાનંદ મહારાજ એક મોટિવેશનલ સ્પીકર અને મહાન સંત છે. આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમનાથી પરિચિત ન હોય. તે વૃંદાવન શહેરમાં કેલી કુંજ નામના સ્થાન પર રહે છે. સ્વામી પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના અનન્ય ભક્ત છે. તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા શીખવે છે. 

Advertisment

સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. યુવાનો પણ તેમના પ્રવચનો પસંદ કરે છે. પ્રેમાનંદ મહારાજ જી ના સત્સંગમાં ઘણી હસ્તીઓ પહોંચી છે. આ યાદીમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, કુસ્તીબાજ ગ્રેટ ખલી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનો સમાવેશ થાય છે.

પ્રેમાનંદ મહારાજ જી વાયરલ વીડિયો

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શ્રદ્ધાળુ તેમને પૂછી રહ્યો છે કે 2026 ના નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. મારો મતલબ એ છે કે વર્ષના પ્રથમ દિવસે શું કરવું. જેના પર પ્રેમાનંદજી મહારાજ ઉત્તર આપે છે કે સવારે ગાયોને ચારો ખવડાવો. પક્ષીઓને દાણા ખવડાવો. 

ઘરના લોકો ભેગા મળીને સારું ભોજન બનાવો અને તેને ગરીબોમાં વહેંચી દો. આમ કરવાથી આખું વર્ષ શુભ રહેશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આ સિવાય પ્રેમાનંદ મહારાજે કહ્યું કે ઘી નો દીવો પ્રગટાવો અને પ્રતિજ્ઞા લો કે આજથી કોઈ ખોટું કાર્ય નહીં કરીએ. સાથે નામ કીર્તન પણ કરીશ.

Advertisment

આ પણ વાંચો - પુત્રદા એકાદશી પર કરો તુલસી સાથે જોડાયેલા આ ઉપાયો, માતા લક્ષ્મી થશે પ્રશન્ન, ધનની થશે પ્રાપ્તિ

જાણો કોણ છે સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ

પ્રેમાનંદ ગોવિંદ મહારાજ જીના ગુરુનું નામ શ્રી ગૌરંગી શરણ જી મહારાજ છે. મહારાજ જીનો જન્મ કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં ભગવત માર્ગને પસંદ કર્યો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડેય અને માતાનું નામ રામ દેવી છે.

પ્રેમાનંદ મહારાજ ધર્મ ભક્તિ