ચૈત્ર નવરાત્રી, રામનવમી પર આ પાંચ રાશિઓના જાતકોની ખુલી જશે કિસ્મત, મળી શકે છે અપાર ધન-સંપત્તિ

ram navami 2023 zodiac signs : આ વર્ષે રામનવમી ખુબ જ ખાસ છે કારણ કે આ વર્ષે અદભૂત યોગ બની રહ્યો છે. આ સાથે જ ગ્રહોની સ્થિતિમાં એક અલગ જ સંયોગ બની રહ્યો છે.

Written by Ankit Patel
Updated : March 29, 2023 14:38 IST
ચૈત્ર નવરાત્રી,  રામનવમી પર આ પાંચ રાશિઓના જાતકોની ખુલી જશે કિસ્મત, મળી શકે છે અપાર ધન-સંપત્તિ
રામનવમી શુભ સંયોગ

chaitra ram navami 2023 horoscope : ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનની રામના જન્મોત્સવ ઉજવવાની સાથે ચૈત્ર નવરાત્રી વ્રતનું પારણ કરવામાં આવે છે. આ વર્ષે રામનવમી ખુબ જ ખાસ છે કારણ કે આ વર્ષે અદભૂત યોગ બની રહ્યો છે. આ સાથે જ ગ્રહોની સ્થિતિમાં એક અલગ જ સંયોગ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગથી રામનવમીનો દિવસ અનેક રાશિઓ માટે ખાસ થનારો છે. આ રાશિના જાતકોને વેપાર, નોકરીમાં લાભ મળવાની સાથે ધનમાં વૃદ્ધિ થશે. તો ચાલો જાણીએ રામનવમીનો દિવસ કઇ રાશિ માટે ખાસ છે.

રામનવમી 2023 શુભ યોગ

ગુરુ પુષ્ય યોગ – 30 માર્ચ 2023 રાત્રે 10.59 વાગ્યાથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યા સુધીઅમૃત સિદ્ધિ યોગ – 30 માર્ચ 2023 એ રાત્રે 10.59 વાગ્યાથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યા સુધીસર્વાર્થ સિદ્ધિ યોગ – માર્ચ 2023એ રાત 10.59 વાગ્યાથી 31 માર્ચના સવારે 6.13 વાગ્યા સુધીરવિ યોગ – સવારે 6.14 મિનિટથી 31 માર્ચ સવારે 6.13 વાગ્યે

મેષ રાશિ

રામનવમીનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખાસ થનારો છે. કારણ કે આ રાશિમાં રાહુ અને શુક્રની યુતિ થઇ રહી છે. આ રાશિના જાતકો વેપાર અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ મળશે. શ્રી રામની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

વૃષભ રાશિ

ચૈત્ર રામનવમીનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખુબ જ ખાસ રહેશે. ભગવાન શ્રી રામની કૃપાથી રોકાયેલા કામ પુરા થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂ થઇ શકે છે.

આ પણ વાંચોઃ- chaitra Ram Navami 2023 : રામ નવમી પર બની રહ્યા છે 4 દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે રામનવમીનો દિવસ ખુબ જ સારો થનારો છે. પરિવારની સાથે સારો સમય વિતાવવા મળશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન પરિવારની સાથે બની શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રીના દિવસે ખુશિઓ લઇને આવે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે રોકાણ કરવું લાભકારી સિદ્ધ થશે.

આ પણ વાંચોઃ- chaitra Navratri 2023 : દુર્ગા અષ્ટમી પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ શુભ મુહૂર્તમાં કરો માતા દુર્ગાની પૂજા, મળશે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ

કુંભ રાશિ

મીન રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુ મીન રાશિની યુતિ થવાથી ગજકેસરી યોગ, નીચ ભંગ યોગ, બુધાદિત્ય યોગ અને હંસ યોગ જેવા મહાયોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. ભાગ્યનો પુરો સાથ મળશે. લાંબા સમયથી અટલેકા કામ છેવટે પૂરા થશે. બિઝનેસમાં નફાના અણસાર છે. આ સાથે જ નોકરીમાં પણ સારા સમાચાર મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ