Sadhguru Jaggi Vasudev : 11 વર્ષની વયે યોગ કરનાર જગ્ગી વાસુદેવ કેવી રીતે સદગુરુ બન્યા, જાણો યોગમાંથી આધ્યાત્મિકતા તરફ જવાની તેમની સફર

Sadhguru Jaggi Vasudev Life : સદગુરુ જગ્ગી વાસુદેવ ધ્યાન-યોગ અને આધ્યાત્મિકના પ્રચારક અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. તો દુનિયાભરમા તેમના કરોડો અનુયાયી છે

Written by Ajay Saroya
Updated : September 26, 2023 17:47 IST
Sadhguru Jaggi Vasudev : 11 વર્ષની વયે યોગ કરનાર જગ્ગી વાસુદેવ કેવી રીતે સદગુરુ બન્યા, જાણો યોગમાંથી આધ્યાત્મિકતા તરફ જવાની તેમની સફર
દગુરુ જગ્ગી વાસુદેવ ધ્યાન-યોગ અને આધ્યાત્મિકના પ્રચારક અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. (Photo: isha.sadhguru.org)

Sadhguru Jaggi Vasudev Real Name, Yoga And Isha Foundation : જગ્ગી વાસુદેવ દુનિયાભરમાં સદગુરુ તરીકે પ્રખ્યાત છે, તેઓ ધ્યાન-યોગના પ્રચારક, આધ્યાત્મિક ગુરુ અને મોટિવેશનલ સ્પીકર છે. તેઓ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ફાઉન્ડેશન સામાજિક હિતોની માટે કામગીરી કરી છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાન-યોગનો પ્રચાર પ્રસાર કરી તેને લોકો માટે સુલભ બનાવવાનો છે. સદગુરુના અનુયાયી તેમને એક એવા વ્યક્તિ માને છે જે લોકોના જીવનમાં પ્રકાશ લાવે છે અને તેમને નવી દિશા દેખાડે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઉદભવે છે કે, સદગુરુ વાસુદેવ જગ્ગીને કોણે જ્ઞાન આપ્યુ અને તેમના ગુરુ કોણ છે?

સદગુરુ જગ્ગી વાસુદેવનું જીવન (Sadhguru Jaggi Vasudev Life)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સદગુરુ વાસુદેવ જગ્ગી કર્ણાટકના મૈસુર શહેરમાં રહેતા હતા. તેમના ઘરની આસપાસ ગાઢ જંગલ હતુ. સદગુરુની જ્યારે ઇચ્છા થતી ત્યારે તેઓ આ જંગલમા જતા રહેતા હતા અને ઘણા દિવસો બાદ ત્યાંથી પરત આવતા હતા. તેમને વૃક્ષ-ઝાડ પર રહેવું ગમતુ હતુ. કુદરતના ખોળે તેમને સુખનો અનુભવ થતો હતો, આથી તેમનું બાળપણનો મોટો સમય કુદરતના સાનિધ્યમાં વિત્યુ છે.

Sadhguru Books to read
જીવન, મૃત્યુ, આધ્યાત્મિકતા પર સદગુરુના પુસ્તકો અવશ્ય વાંચો

જગ્ગી વાસુદેવ કેવી રીતે સદગુરુ બન્યા? (Jaggi Vasudev How to Become Sadhguru)

એક દિવસ સદગુરુ પહાડ પર બેઠા હતા, ત્યારે અચાનક તેમને એવી અનુભૂતિ થઇ કે તેઓ તેમના શરીરથી અલગ થઇ ગયા છે અને તેમનો વિસ્તાર સંપૂર્ણ પ્રકૃતિ જેવો થઇ ગયો છે. મૈસુરની ચામુંડી પહાડી પર ખુલ્લી આંખે થયેલા આ અનુભવને સમજવામાં તેમને થોડોક સમય લાગ્યો હતો. તેમને આ પ્રક્રિયા દરમિયાન અદભૂત આનંદની અનુભૂતિ થઇ હતી.

ત્યારબાદ તેમને થોડાક દિવસ સુધી વારંવાર આવો અનુભવ થતો રહ્યો. સદગુરુ આવી ઘટના વખતે શાંતિ- આનંદ અનુભવતા હતા. આ અનુભવના પગલે તેમની માનસિકતા અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું. તેમને પરમાનંદનો આવો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. આ આનંદને વધારવા માટે તેમણે રાઘવેન્દ્ર રાવ પાસેથી યોગનું શિક્ષણ મેળવ્યુ અને યોગ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો |  વ્યક્તિએ ભવિષ્ય જાણવું જોઇએ, ભવિષ્યવાણીથી જીવન પર શું અસર થાય છે? સદગુરુ જગ્ગી વાસુદેવનું જ્યોતિષ વિશે શું માનવું છે? જાણો

સદગુરુ જગ્ગી વાસુદેવે ઈશા ફાઉન્ડેશન સ્થાપ્યું (sadhguru jaggi vasudev isha foundation)

સદગુરુ જગ્ગી વાસુદેવના જીવનમાં આનાથી બહુ પરિવર્તન આવ્યું છે અને તેમણે પોતાના આ અનુભવને લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. આ સંકલ્પની સાથે સદગુરુએ ઈશા ફાઉન્ડેશનની શરૂઆત કરી. વર્તમાન સમયમાં ભારત સહિત ઘણા દેશોમાં ઈશા ફાઉન્ડેશન તરફથી યોગ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, તેમાં ઇંગ્લેન્ડ, લેબનાન, અમેરિકા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા વગેરે સામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ