shani jayanti 2023, puja vidhi, mantra : વેદ-શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. આના કારણે શનિદેવ દરેક એક વ્યક્તિએ તેમના કર્મો પ્રમાણે શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની શુભ દ્રષ્ટી પડી જાય તો તે શારીરિક માનસિક અને આર્થિક રૂપથી મજબૂત થઇ જાય છે.
પરંતુ જો શનિદેવનો અશુભ પડછાયો પડી જાય તો રાજાથી રંક બની શકે છે. હિન્દુ પંચાક અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે સૂર્યદેવ અને છાપા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. જેના કારણે આ દિવસને શનિ જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જ્યંતિ 19 મે 2023ના રોજ શુક્રવારે આવશે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે ખાસ ઉપાય કરવાથી સનિની સાડેસાતી અને પનોતીથી મુક્તિ મળી જશે.આ વર્ષે શનિ જ્યંતિ પર ખુબ જ ખાસ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ શનિ જ્યંતિનો શુભ મુહૂર્ત, પૂજા, વિધિ, આરતી અને મંત્ર.
શનિ જ્યંતિ પર બની રહ્યો છે ખાસ યોગ
આ વર્ષે શનિ જ્યંતિ પર ખુબ જ ખાસ યોગ બની રહ્યો છે. સવારથી લઇને સાંજ સુધી શોભન યોગ રહેશે. આ સાથે જ શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. આવીમાં શશ મહાપુરુષ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. સાથે જ ગુરુ અને ચંદ્રમાં યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગમાં પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થઇ શકે છે.
આ પણ વાંચોઃ- shani jayanti 2023 : શનિ જ્યંતીના દિવસે બિલકુલ પણ ન ખરીદો આ ચીજો, નહીં તો પસ્તાશો
શનિ જ્યંતિ 2023 શુભ મુહૂર્ત
- જેઠ અમાસ તિથિ પ્રારંભ – 18 મે રાત્રે 9.42 વાગ્યાથી
- જેઠ અમાસ તિથિ સમાપ્ત – 19 મે રાત્રે 9.22 વાગ્યા સુધી
શનિ જ્યંતિ પૂજા વિધિ
શનિ જ્યંતિના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને દરેક કામોમાંથી નિવૃત્ત થઇને સ્નાન કરી લો. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. હવે શનિ મંદિર જઇને અથવા ઘરે જ શનિદેવની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરી શકો છો. શનિદેવને પંચામૃત અથવા સરસવના તેલથી અભિષેક કરો. ત્યારબાદ આને અર્પણ કરો. ત્યારબાદ સિંદુર, ચોખા, વાદળી રંગના ફૂલ, ગુલાબ વગેરે અર્પણ કરો. ત્યારબાદ મિઠાઇનો ભોગ લગાવો. ભોગ લગાવ્યા બાદ કાળા તળ અર્પણ કરો. આ સાથે જ દિવો અને અગરબત્તી પ્રગટાવો. ત્યારબાદ શનિ ચાલીસા, મંત્ર વગેરેનો જાપ કરો. અંતમાં વિધિવત રીતે શનિ આરતી કરો.
શનિ જ્યંતિ પર આ મંત્રનો જાપ કરો
ઓમ શં શનૈશ્ચરાય નમઃ
ઓમ પ્રાં પ્રીં પ્રૌ સઃ શનૈશ્ચરાય નમઃ
ઓમ નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તણ્ડસમ્ભૂતં તં નમામિ શનૈશ્ચરમ
શનિ દેવની આરતી
जय जय श्री शनिदेव भक्तन हितराकी।
सूर्य पुत्र प्रभु छाया महतारी।।
जय जय श्री शनि देव..
श्याम अंग वक्र-दृष्टि चतुर्भुजा धारी।
नी लाम्बर धार नाथ गज की असवारी॥
जय जय श्री शनि देव….
क्रीट मुकुट शीश राजित दिपत है लिलारी।
मुक्तन की माला गले शोभित बलिहारी॥
जय जय श्री शनि देव….
मोदक मिष्ठान पान चढ़त हैं सुपारी।
लोहा तिल तेल उड़द महिषी अति प्यारी॥
जय जय श्री शनि देव….
देव दनुज ऋषि मुनि सुमिरत नर नारी।
विश्वनाथ धरत ध्यान शरण हैं तुम्हारी॥