scorecardresearch

shukra Gochar : 24 કલાકમાં વૈભવ દાતા શુક્ર ગ્રહ કરશે કુંભમાં પ્રવેશ, આ રાશિઓના ખુલશે કિસ્મતના દ્વાર

Venus Planet Transit In Kumbh: કુંભ રાશિ પર શનિદેવનું પણ આધિપત્ય છે અને વૈદિક જ્યોતિશ અનુસાર શનિ દેવ અને શુક્ર ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે ગોચરથી ત્રણ રાશિઓના લોકોને ધનલાભ અને કાર્યમાં સિદ્ધિનો યોગ બની રહ્યો છે.

shukra Gochar :  24 કલાકમાં વૈભવ દાતા શુક્ર ગ્રહ કરશે કુંભમાં પ્રવેશ, આ રાશિઓના ખુલશે કિસ્મતના દ્વાર
શુક્ર ગોચર

Venus Planet Transit In Kumbh: જ્યોતિષમાં શુક્ર ગ્રહને વૈભવ, ધન, ઐશ્વર્ય, ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. મતલબ જ્યારે પણ શુક્રગ્રહ ગોચર કરે છે ત્યારે રાશિઓની સાથે આ ક્ષેત્રો પર પણ વિશેષ પ્રભાવ પડે છે. શુક્ર ગ્રહ 24 કલાક બાદ કુંભ રાશિમાં ગોચર (Shukra Transit In Kumbh)કરવા જઇ રહ્યો છે. કુંભ રાશિ પર શનિદેવનું પણ આધિપત્ય છે અને વૈદિક જ્યોતિશ અનુસાર શનિ દેવ અને શુક્ર ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે ગોચરથી ત્રણ રાશિઓના લોકોને ધનલાભ અને કાર્યમાં સિદ્ધિનો યોગ બની રહ્યો છે.

કુંભ રાશિ (Kumbh Zodiac)

કુંભ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે. એટલે વિદેશ યાત્રાનો પણ સંયોગ બની શકે છે. આર્થિક મામલામાં તમે ખુબ ઉન્નતિ કરવાનો યોગ છે. જ્યારે શુક્રની દ્રષ્ટી તમારા સાતમાં ભાવમાં પડી રહી છે. એટલા માટે વૈવાહિક જીવનમાં પણ આ સમય સંબંધ મજબૂત થશે. સાથે જ પાર્ટનરશિપમાં તમને લાભ થઇ શકે છે. આ સમયે તમે ભાગીદારીનું કામ પણ કરી શકો છો. આ સમયે નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે.

આ પણ વાંચોઃ- Surya Upay: કુંડળીમાં પાવરફૂલ સૂર્યદેવ વ્યક્તિને કરી દે છે માલામાલ, કિસ્મતને ચમકાવવા માટે કરો આ ઉપાય

વૃષભ રાશિ (Taurus Zodiac)

શુક્રનું ગોચર તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારી ગોચર કુંડળીના દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે કાર્યસ્થળ અને નોકરીનું સ્થળ ગણાય છે. તેથી આ સમયે તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. તેની સાથે પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. તે જ સમયે, વ્યવસાયમાં ચમક આવશે અને લાંબા સમયથી કરવામાં આવેલ રોકાણ ફાયદાકારક રહેશે. આ સાથે, બેરોજગાર લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. બીજી બાજુ શુક્ર ગ્રહ તમારી રાશિનો સ્વામી છે તેથી શુક્રનું સંક્રમણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ- Shani Amavasya 2023: શનિ અમાસ પર 30 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ

મિથુન રાશિ (Mithun Zodiac)

શુક્રનું રાશિચક્રમાં પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં આવવાનો છે. જે ભાગ્યશાળી અને વિદેશી સ્થળ માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમારું અટકેલું કામ થઈ શકે છે. આ સાથે વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા મોટી સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શુભ પરિણામ મળશે. બીજી બાજુ, ઉદ્યોગપતિઓ આ સમયે પ્રવાસ પર જઈ શકે છે. જે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે.

Web Title: Shukra grah gochar venus transit in kumbha grah vakri astrology

Best of Express