ગુજરાતનું આ 5200 વર્ષ જૂનુ શિવ મંદિર, અહીં ભક્તોની તમામ મનોકામના થાય છે સિદ્ધ

Siddheshwar Mahadev Temple: દ્વારકામાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. મહાશિવરાત્રિના પાવન અવસરે અહીં હજારો ભાવિક ભક્તો શિવની પૂજા અને આરાધના કરવા આવે છે ત્યારે આવો જાણીએ તેનો ઇતિહાસ…

Siddheshwar Mahadev Temple: દ્વારકામાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. મહાશિવરાત્રિના પાવન અવસરે અહીં હજારો ભાવિક ભક્તો શિવની પૂજા અને આરાધના કરવા આવે છે ત્યારે આવો જાણીએ તેનો ઇતિહાસ…

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Dwarka, Siddheshwar Mahadev Temple, lord shivas temples,

દ્વારકામાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય લગભગ 5200 વર્ષ જૂનું હોવાની લોકવાયકા છે. ( તસવીર: Freepik)

Siddheshwar Mahadev Temple: દ્વારકાનગરી સાથે કૃષ્ણ પણ જોડાયેલા છે અને શિવ પણ જોડાયેલા છે. અહીં દ્વારકામાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. મહાશિવરાત્રિના પાવન અવસરે અહીં હજારો ભાવિક ભક્તો શિવની પૂજા અને આરાધના કરવા આવે છે ત્યારે આવો જાણીએ તેનો ઇતિહાસ…

Advertisment

શું છે પૌરાણિક કથા?

એવું માનવામાં આવે છે કે, આ મંદિર લગભગ 5200 વર્ષ જૂનું છે. પૌરાણિક માન્યતા અનુસાર, બ્રહ્મકુમારો અર્થાત્ સનકાદિક મુનિઓ દ્વારકાપુરીમાં નિવાસ કરતા હતા. ત્યારે પરમપિતા બ્રહ્માજી અહીં આવ્યા અને તેમણે પોતાના પુત્રોને મહાદેવની નિત્ય પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે નીલકંઠ ભગવાનનાં અર્ચન સિવાય હરિ પણ અર્ચન સ્વીકારતા નથી. બહ્માજીના આદેશથી સનકાદિક મુનિઓએ અહીંયા શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સ્થાપિત કર્યું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ, શિવલિંગના પાછળના ભાગે પાર્વતી માતાજી તથા ડાબી બાજુએ ગંગાજીની અને ભાગ્યે જોવા મળતી કુબેરજીની મૂર્તિ સ્થાપિત છે. મંદિરની પૂર્વ દિશામાં લિંગ આકારની જ્ઞાનવાવ આવેલી છે.

Siddheshwar Mahadev Temple, lord shivas temples, maheshwar, mahadev,
ભગવાન કૃષ્ણ પણ અહીં પૂજા કરતા હોવાની પણ લોકવાયકા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

પૌરાણિક જ્ઞાનવાવ

આ શિવાલયના જ્ઞાનમાં પૌરાણિક જ્ઞાનવાવ આવેલી છે. દર્શનાર્થીઓ મહાદેવને રિઝવવા માટે આ વાવમાંથી જ પાણી લઈને અભિષેક કરે છે. એવી માન્યતા છે કે, આ વાવ મહાભારત વખતની છે. આ જ્ઞાનવાવનું જળ લેવાથી જ્ઞાન વધવાની પણ માન્યતા છે.

Advertisment

આ પણ વાંચો: આ શિવલિંગ પર સમુદ્ર દેવ કરે છે જળાભિષેક, શિવરાત્રીના દિવસે યોજાય છે ભવ્ય મેળો

ભગવાન કૃષ્ણ પણ અહીં પૂજા કરતા હોવાની પણ લોકવાયકા છે. વર્ષ 1986માં જગતગુરુ સ્વરૂપાનંદર સરસ્વતીજીએ આ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરે દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. સિદ્ધ થતી હોય છે તેથી આ મહાદેવને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાત ગુજરાતી ન્યૂઝ ધર્મ ભક્તિ મહાશિવરાત્રી