surya gochar in January, સુર્ય ગોચર : સૂર્ય 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિ શનિદેવી રાશિ છે. સૂર્યને સાહસ, જોશ, પરાક્રમ અને સ્વાસ્થ્ય વગેરેના કારક માનવામાં આવે છે. જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે ત્યારે તેને સંક્રાંતિ કહે છે. 14 જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ દિવસ ભારતમાં મકર સંક્રાંતિનો (Makar Sankranti Date and Time) પર્વ ઉજવવામાં આવે છે.
સૂર્ય શનિના પિતા છે આમ છતાં બંને વચ્ચે શત્રુતાનો ભાવ બનેલો રહે છે. બંને શત્રુ એટલે કે શનિ અને સૂર્યનો એક જ રાશિમાં પ્રવેશ અનેક રાશિઓને પ્રભાવિત કરશે. સૂર્ય વર્ષમાં એકવાર પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. એક મહિના સુધી એ જ રાશિમાં રહે છે. ચાલો જાણિએ કે સૂર્ય પુત્ર શનિના ગોચરથી કઈ કઈ રાશિઓને અસર થાય છે.
મકર સંક્રાંતિ અને વૃષભ રાશિ – Makar Sankranti and Taurus
સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. વૃષભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થવાની સંભાવના છે. ભાગ્યના કારણે કેટલાક કામ થઈ શકે છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. આર્થિક પ્રગતિની પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચોઃ- Vastu Tips : ઘરની આ દિશામાં હનુમાન જીનો ફોટો કે મૂર્તિ રાખો, વાસ્તુ દોષથી મૂક્તિ અને ધન લાભ થવાની માન્યતા
મકર સંક્રાંતિ અને મિથુન રાશિ – Makar Sankranti 2023
મિથુન રાશિના લોકો માટે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ રહેશે. તમારી કારકિર્દી અને વ્યવસાય એક મહિના માટે સારો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે.
મકર સંક્રાંતિ અને કર્ક રાશિ – Sun Transit Effects 2023
મકર રાશિમાં સૂર્યનું ગોચર કર્ક રાશિ માટે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. વિવાહિત લોકોનું વિવાહિત જીવન સુખી રહેશે. ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના છે. અચાનક ધન લાભ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Samudrik Shastra: ધનવાન લોકોના પગ પર હોય છે આ 2 નિશાન, બને છે અપાર સંપત્તિના માલિક
મકર સંક્રાંતિ અને મકર રાશિ – Surya Gochar Effects 2023
સૂર્ય મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેથી મકર રાશિના જાતકો માટે કેટલાક મોટા લાભ મળવાની સંભાવના છે. મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. કરિયર અને નોકરીમાં ઉન્નતિનો માર્ગ ખુલશે.