/indian-express-gujarati/media/media_files/2026/02/03/vijaya-ekadashi-2026-date-2026-02-03-16-35-39.jpg)
Vijaya Ekadashi 2026 Date : સનાતન ધર્મમાં વિજયા એકાદશીનું વિશેષ મહત્વ છે
Vijaya Ekadashi 2026 Date : સનાતન ધર્મમાં વિજયા એકાદશીનું વિશેષ મહત્વ છે. વૈદિક પંચાંગ દર વર્ષે મહા વદ અગિયારસે વિજયા એકાદશી ઉજવવામાં આવે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે ઉપવાસ રાખવો અને ધાર્મિક વિધિ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ખુશીહાલી રહે છે. સાથે શત્રુઓ પર વિજય મળે છે. બાધાઓથી મુક્તિ અને કાર્યમાં સફળતાના યોગ પણ બને છે. આ વર્ષે વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે અભિજીત મુહૂર્તની પણ બની રહ્યું છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.
વિજયા એકાદશી 2026 તારીખ
વૈદિક પંચાંગ અનુસાર મહા વદ અગિયારસ 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 12:21 વાગ્યે શરૂ થશે. આ એકાદશી 13 ફેબ્રુઆરીએ બપોરે 2.26 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે આ વર્ષે 13 ફેબ્રુઆરીએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
વિજયા એકાદશી પૂજા મુહૂર્ત
પંચાંગના જણાવ્યા અનુસાર વિજયા એકાદશી પર અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 12:58 સુધી છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરી શકાય છે.
આ પણ વાંચો - મહાશિવરાત્રી ક્યારે છે 15 કે 16 ફેબ્રુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
વિજયા એકાદશી ઉપવાસ પારણા
ઉપવાસના પારણા બીજા દિવસે 14 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી 9.14 વાગ્યા સુધી કરી શકશો.
વિજયા એકાદશીનું મહત્વ
વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. ઉપરાંત આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ ભયથી મુક્તિ મેળવે છે. દુશ્મનો પર વિજય મેળવે છે. ભગવાન વિષ્ણુ સાધકની પૂજાથી પ્રસન્ન થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ દિવસે ગરીબોને અન્ન અને પૈસા સહિતની વસ્તુઓ દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us