પંચાંગ અનુસાર દર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે પણ વ્યક્તિ વ્ર રાખે છે તે ગણેશ જીની પૂજા-અર્ચના કરે છે. ગણેશજીની પુજાથી કૃપાથી સંકટ અને કષ્ટ મટી જાય છે. તેમની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ દિવસે ચંદ્રના દર્શન કરવામાં આવતા નથી. ફાગણ વિનાયક ચતુર્થી 23 ફેબ્રુઆરીએ આવશે. આ દિવસે 4 શુભ યોગ પણ બનવા જઇ રહ્યા છે. ચાર શુભ યોગ બનવાથી આ દિવસનું મહત્વ વધારે વધી ગયું છે. તો ચાલો જાણીએ તિથિ, શુભ મુહૂર્ત અને ઉપાયો વિશે.
ફાગણ વિનાયક ચતુર્થી 2023 તિથિ
વૈદિક પંચાગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિની શરુઆત 23 ફેબ્રુઆરી સવારે 3.23 મિનિટ પર થશે. અને આ તિથિનો અંત બીજા દિવસે 24 ફેબ્રુઆરી શુક્રવાર રાત્રે 1.32 વાગ્યે થશે. ઉદયાતિથિ અનુસાર વિનાયક ચતુર્થી વ્રત 23 ફેબ્રુઆરી ગુરુવારે રાખવામાં આવશે.
વિનાયક ચતુર્થી 2023 પૂજા મુહૂર્ત
પંચાંગ પ્રમાણે 23 ફેબ્રુઆરીએ વિનાયક ચતુર્થી પૂજાનું શુભ મુહૂર્ત દિવસમાં 11.25 વાગ્યે શરુ થઈને બપોરે 1.43 વાગ્યા સુધી રહેશે. આ સમયે તમે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી શકો છો.
બની રહ્યા છે ચાર શુભ યોગ
આ દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે સવારથી જ શુભ યોગ રચાયો છે, જે રાત્રે 08:57 સુધી રહેશે. આ પછી શુક્લ યોગ શરૂ થશે, જે બીજા દિવસે સાંજ સુધી રહેશે. વિનાયક ચતુર્થીના દિવસે આખો સમય રવિ યોગ રહેશે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ- Grah Gochar : 700 વર્ષ બાદ બન્યો પંચ મહાયોગ, ત્રણ રાશિઓને મળી શકે છે અપાર પૈસા, પદ – પ્રતિષ્ઠા
આ ઉપાયો કરો
1- ફાગણ વિનાયક ચતુર્થી પર ગણેશજીને સિંદૂરનું તિલક લગાવો. આ મંત્રની સાથે ‘સિન્દૂરમ શોભનમ રક્તમ સૌભાગ્યમ સુખવર્ધનમ. શુભદમ કામદમ ચૈવ સિન્દૂરમ પ્રતિગૃહ્યતમનો જાપ કરો. આમ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે છે.
2- આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ સાથે જ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની પૂજા કરો અને સાંજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી તમને દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે. તેમજ તમામ વિઘ્નોનો નાશ થશે.
3- આ દિવસે ભગવાન ગણેશને 21 લાડુ ચઢાવો અને પછી ગરીબ બાળકોને દાન કરો. આમ કરવાથી તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે. આ સાથે બુધની કૃપા પણ પ્રાપ્ત થશે.