Virgo Yearly Horoscope 2023: કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2023, કરિયર, આર્થિક, આરોગ્ય અને પારિવારિક જીવન કેવું રહેશે

Virgo Yearly rashifal 2023: કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Kanya Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ.

Written by Kiran Mehta
Updated : December 23, 2022 18:47 IST
Virgo Yearly Horoscope 2023: કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2023, કરિયર, આર્થિક, આરોગ્ય અને પારિવારિક જીવન કેવું રહેશે
કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2023

Kanya Rashi Varshik Rashifal 2023 : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કન્યા રાશિ પર બુધ ગ્રહનું શાસન છે. બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બીજી તરફ, બુધ ગ્રહને બુદ્ધિ અને વેપારનો દાતા માનવામાં આવે છે. આ ઉપરાંત, જો તમે 1 જાન્યુઆરી, 2023 ના રોજ કન્યા રાશિની ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો, કેતુ ગ્રહ તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં સ્થિત છે અને ચતુર્થ ભાવમાં સૂર્ય-બુધના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. પંચમ ભાવમાં શનિ અને શુક્રનો સંયોગ છે.

આ સાથે ગુરુ સપ્તમ ભાવમાં અને ચંદ્ર અને રાહુ અષ્ટમ ભાવમાં હાજર રહેશે. જ્યારે મંગળ નવમ ભાવમાં રહેશે. તેમજ 17 જાન્યુઆરીએ શનિ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે. બીજી તરફ, ગુરુ એપ્રિલ 2023માં આઠમા ભાવમાં ગોચર કરશે. જેના કારણે ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે કન્યા રાશિના લોકોના કરિયર, બિઝનેસ અને પારિવારિક જીવન માટે 2023 કેવું રહેશે (કન્યા રાશિફળ 2023).

કન્યા રાશિનો વ્યવસાય (Busniess Of Virgo Zodiac In 2023)

વર્ષના શરૂઆતના મહિના તમારા માટે સારા સાબિત થઈ શકે છે. એટલે કે એપ્રિલ સુધી તમારો કામ-ધંધો સારો ચાલશે. નવું કામ શરૂ કરી શકો છો. નોકરી પણ બદલી શકાય છે. કારણ કે મે થી ડિસેમ્બર સુધીનો સમય મિશ્ર સાબિત થઈ શકે છે. આ સમયે, નોકરી બદલતી વખતે કાળજીપૂર્વક વિચારો. તેમજ જૂન, જુલાઈ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાઓ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો – Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ કેવી રહેશે?

2023 માં કન્યા રાશિની આર્થિક સ્થિતિ (Finance Of Virgo Zodiac In 2023)

વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરંતુ મે પછી ખર્ચ વધુ થઈ શકે છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પર પણ પૈસા ખર્ચ થઈ શકે છે. અથવા તમે ઘર માટે લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. પરંતુ શનિદેવના પ્રભાવને કારણે પૈસા આવતા રહેશે.

આ પણ વાંચો – Taurus Yearly Horoscope 2023: વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો બિઝનેસ અને આર્થિક સ્થિતિ, આરોગ્યની સ્થિતિ કેવી રહેશે?

2023 માં કન્યા રાશિનું આરોગ્ય (Health Of Virgo Zodiac In 2023)

વર્ષ 2023 માં, રાહુ ગ્રહ કન્યા રાશિની ગોચર કુંડળીના આઠમા ભાવમાં સ્થિત છે અને વર્ષની શરૂઆતમાં, ગ્રહણ દોષ લાગી રહ્યો છે. આ સાથે જ 22 એપ્રિલે ગુરુ ગોચર કરતી વખતે રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. એટલા માટે તમારું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે અને માઈગ્રેન, તાવ, પેટ સંબંધિત અને આંતરડાની સમસ્યાઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એપ્રિલથી ઓક્ટોબર સુધી તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

આ પણ વાંચો – Aries Yearly Horoscope 2023: મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ અને દાંપત્ય જીવનની સ્થિતિ કેવી રહેશે?

કન્યા રાશિની કારકિર્દી અને શિક્ષણ (Career Of Virgo Zodiac In 2023)

વર્ષ 2023 વિદ્યાર્થીઓ માટે સારું સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં ગુરુ અને શનિની સ્થિતિ ખૂબ જ શુભ છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો છે. આ સમય દરમિયાન તમે વિદેશમાં અભ્યાસ કરી શકો છો. કોઈપણ ઉચ્ચ સંસ્થામાં પ્રવેશ પણ લઈ શકો છે. આ સમયે ભાગ્ય પણ તમારો સાથ આપશે.

આ પણ વાંચો – લાલ કિતાબ 2023 વાર્ષિક રાશિફળ : આ રાશિના જાતકોની કરિયર-બિઝનેસમાં પ્રગતિ થવાની સંભાવના, જાણો તમામ રાશિઓનું ભવિષ્ય

2023માં આ મહાન ઉપાય કરો (Remedy For Virgo Zodiac 2023)

તમારે આ વર્ષે દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. ગુરુવારે ચણાની દાળનું દાન કરો. આ સાથે 5 ગુરુવાર બ્રાહ્મણને ભોજન કરાવો. આમ કરવાથી તમને આર્થિક લાભ મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ