વિવાહ મુહૂર્ત 2023 : ગુરુ ઉદય સાથે લગ્ન સિઝન શરુ, જાણો મે અને જૂનમાં આવનારા લગ્નના શુભ મુહૂર્ત

may and june vivah shubh muhurat 2023 : 27 એપ્રિલના દિવસે ગુરુવારે સવારે 2.7 વાગ્યે મેષ રાશિમાં ગુરુનો ઉદય થાય છે. આ સાથે જ એકવાર ફરીથી શુભ કામ શરુ થઈ જશે. 14 એપ્રિલે સૂર્યનો મેષ રાશમાં ખરમાસ સમાપ્ત થઈ જાય છે.

Written by Ankit Patel
Updated : April 26, 2023 15:39 IST
વિવાહ મુહૂર્ત 2023 :  ગુરુ ઉદય સાથે  લગ્ન સિઝન શરુ, જાણો મે અને જૂનમાં આવનારા લગ્નના શુભ મુહૂર્ત
ગુરુ ઉદયની સાથે લગ્નના મુહૂર્ત

Guru Uday 2023 : હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ અથવા માંગલિક કામ કરતા પહેલા શુભ મુર્હૂત, ગ્રહ નક્ષત્રની સ્થિતિ જરૂર જોવામાં આવે છે. જેનાથી ભવિષ્ય ખુશીઓથી ભરેલું હોય. આવી સ્થિતિમાં લગ્ન-વિવાહ દરમિયાન ચાતુર્માસ, ખરમાસથી લઇને ગુરુ અને શુક્ર ગ્રહનું વિશેષ મહત્વ છે. શુક્ર અથવા ગુરુના અસ્ત થવા પર માંગલિક અને શુભ કામોમાં પાબંદી લાગી જાય છે.

27 એપ્રિલના દિવસે ગુરુવારે સવારે 2.7 વાગ્યે મેષ રાશિમાં ગુરુનો ઉદય થાય છે. આ સાથે જ એકવાર ફરીથી શુભ કામ શરુ થઈ જશે. 14 એપ્રિલે સૂર્યનો મેષ રાશમાં ખરમાસ સમાપ્ત થઈ જાય છે. આ સાથે મંગળ કાર્યો શરુ થવાના હતા પરંતુ ગુરુ અસ્ત થવાના કારણએ આવું સંભવ ન થઈ શક્યું.

આ વર્ષે ગુરુ ઉદય થવું કેમ ખાસ છે?

હિન્દુ પંચાંગ અનુસાર 27 એપ્રિલે સવારે ગુરુ મેષ રાશિમાં ઉદય થઇ રહ્યો છે. આ સાથે જ આ દિવસ ખુબ જ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સવારે 7 વાગ્યે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ દરેક યોગોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ રહેશે. આવામાં શુભ અને મંગળકારી કામો કરવાથી વધારે ફળ પ્રાપ્તિ થઈ શકે છે.

આ પણ વાંચોઃ- 27 એપ્રિલે ગુરુ પુષ્ય યોગની સાથે બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, આ કામોને કરવાથી થઈ શકે છે ધન-ધાન્યમાં વૃદ્ધિ

લગ્ન મુહૂર્ત 2023

મે મહિનામાં આવતા લગ્નની તારીખો

6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29 અને 30 તારીખે શુભ મુહૂર્ત છે

જૂન 2023માં આવતી લગ્નની તારીખ

1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26 અને 27 તારીખે શુભ મુહૂર્ત છે

મે 2023માં ગૃહ પ્રવેશના મુહૂર્ત

6,11,15,20,22, 29 અને 31

જૂન 2023માં ગૃહ પ્રવેશના શુભ મુહૂર્ત

આ મહિનામાં માત્ર 11 જૂનનો દિવસે શુભ મુહૂર્ત છે

આ પણ વાંચોઃ- ચાલી રહી છે શનિ દેવની સાડાસાતી, ના કરો આ કામ, નહીં તો થશે ભારે નુકસાન

જૂન 2023માં શરુ થઈ રહ્યો છે ચતુર્માસ

ચાર મહિનાથી ચાતુર્માસ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ અને મંગળકાર્યો કરવા માટે માનવામાં આવે છે. કારણ કે આ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા માટે ચાલ્યા જાય છે. સૃષ્ટીનું સંચાર કરવાનું કામ ભગવાન શિવને આપે છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂન 2023થી શરુ થાય છે જે 23 નવેમ્બર 2023એ સમાપ્ત થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ