ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત છાપ ધરાવતા 21 ટકા ઉમેદવારો, AAPના ઉમેદવારો સૌથી વધારે

Gujarat assemby election 2022 candidate: આ વખતે કુલ 167 ઉમેદવારોએ સોગંદનામામાં પોતાની ગુનાહિત છાપ હોવા અંગે જાણકારી આપી છે. આ ઉમેદવારોમાં સૌથી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે. આ ઉમેદવારોમાં આશરે 13 ટકા ઉમેદવારો ગંભીર ગુના ધરાવે છે.

Written by Ankit Patel
Updated : November 25, 2022 10:31 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત છાપ ધરાવતા 21 ટકા ઉમેદવારો, AAPના ઉમેદવારો સૌથી વધારે
ગુજરાતના રાજકીય પક્ષો પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં અત્યારે વિધાનસભા ચૂંટણી અંગે જોરદાર માહોલ બન્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીઓ જંગ છે. દરેક પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે અને ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ચૂંટણીપંચ પાસે 788 ઉમેદવારોએ પોતાના નામાંકન સમયે આપવામાં આવેલા સોગંદનામામાં સત્ય સામે આવ્યું છે. આ વખતે કુલ 167 ઉમેદવારોએ સોગંદનામામાં પોતાની ગુનાહિત છાપ હોવા અંગે જાણકારી આપી છે. આ ઉમેદવારોમાં સૌથી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે. આ ઉમેદવારોમાં આશરે 13 ટકા ઉમેદવારો ગંભીર ગુના ધરાવે છે.

એસોસિએશન ફાર ડેમોક્રટિક રિફાર્મ્સની રિપોર્ટ પ્રમાણે ચૂંટણીમાં આ શ્રેણીમાં કુલ આઠ ટકા ઉમેદવારો જ ગંભીર અપરાધની શ્રેણીવાળા હતા.જેમના ઉપર પાંચ વર્ષથી વધારે સજા, બિનજામીન પાત્ર ગુના, હત્યાનો પ્રયાસ, ચૂંટણી સંબંધી ગુનાઓ, સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવા સહિતના અન્ય ગુનાઓ અંતર્ગત કેસ નોંધાયેલા છે.

સૌથી વધારે ગુનાહિત છાપ ધરાવનાર ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં

દિલ્હી અને પંજાબ પછી આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ભાગ્ય અજમાવી રહી છે. દસ્તાવેજો પ્રમાણે ગુનાહિ છાપ ધરાવનાર ઉમેદવારોમાં આપ પક્ષ સૌથી આગળ છે. આપના 88 માંથી 32 ઉમેદવાર, કોંગ્રેસમાંથી 89માંથી 31 ઉમેદવારો અને ભાજપના 89માંથી 14 ઉમેદવારો અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના 14માંથી ચાર ઉમેદવારો ગુનાહિત છાપ ધરાવે છે. જેમાંથી આમ આદમી પાર્ટીમાં ગંભીર ગુનાઓના 26, કોંગ્રેસમાં 18, ભાજપમાં 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ- રાજ સમઢીયાળા ગામમાં કોઈ પાર્ટીને પ્રચાર કરવાની મંજૂરી નથી, ગામમાં જે વોટ ન કરે તેમને દંડ કરવામાં આવે છે

73 ઉમેદવારો પાસે છે પાંચ કરોડથી વધારે સંપત્તિ

ગુનાહિત મામલાઓ જ નહીં ધનના મામલામાં પણ આ વખતે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો ધનવાન છે. કુલ ઉમેદવારોમાં 73 ટકા એવા ઉમેદવારો છે જેમની પાસે પાંચ કરોડથી વધારેની સંપત્તિ છે. 788માંથી 211 ઉમેદવરાો કરોડપતિ છે. જેમાંત સૌથી વધારે ભાજપમાં 79, કોંગ્રેસમાં 65 અને આપમાં 38 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ- પીએમ મોદીએ બાવળામાં કહ્યું- ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ ફેરફાર આ પટ્ટામાં આવ્યો

આ વખતે 77 ઉમેદવારો પાસે બેથી પાંચ કરોડ, 125ની પાસે 50 લાખથી બે કરોડ, 170ની પાસે 10થી 50 લાખ અને 343ની પાસે 10 લાખ કરતા ઓછી સંપત્તિ છે. આ આંકડો 2017માં 21 ટકા હતો. એ સમયે પહેલા તબક્કામાં 923માંથી 198 ઉમેદવારો કરોડપતિ હતા.

સૌથી વધારે ઉમેદવારો માત્ર 12માં ધોરણ સુધી ભણ્યા

ઉમેદવારો રજૂ કરેલા સોગંદનામાં પ્રમાણે આ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારો માત્ર પાંચથી 12માં ધોરણ સુધી જ ભણેલા છે. જેમાં 492 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 185 ઉમેદવારોની યોગ્યતા સ્નાતક અને તેનાથી વધારે છે, 21 ઉમેદવારો ડિપ્લોમા ધારક, 58 ઉમેદવારો સાક્ષર છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારોની પણ સંખ્યા વધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ