ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા બક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થાય એવા સમાચાર આવ્યા છે. ગુજરાત માલધારી મહાપંચાયે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સરકાર પર પોતાના સમુદાયો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે અને સમુદાયના સભ્યોને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી છે.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા સોમવારે મહેસાણામાં બેઠકમાં જણાવ્યું હતું કે, સમુદાય છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી ખુબ જ નાકુશ છે. એટલા માટે એકજુટ થઈને લોકતંત્રમાં વોટની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરા માલધારી મહાપંચાયતે રાજ્યમાં બધા માલધારી સમુદાયને 1 અને 5 ડિસેમ્બરે ભાજપ સામે વોટ કરવાની અપીલ કરી છે. અમે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કોંગ્રેસ ધારાસભ્યોના આભારી છીએ જેમણે સમુદાય માટે સમર્થન આપ્યું છે.”
આ પણ વાંચોઃ- ગુજરાત ઇલેક્શન : માત્ર 40 મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઇ, જીતવાની ક્ષમતા સામે હજી પણ રાજકીય પક્ષોને શંકા
માલધારી સમુદાયની પડતર માંગણીઓને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે મહાપંચાયતે પાછલા સપ્તાહે સમુદાયના સભ્યોની સલાહ માંગી હતી અને કાલે સોમવારે પ્રતિનિધિઓની બેઠકમાં ભાજપ સામે મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સમુદાય વોટના હથિયારનો ઉપયોગ કરીને ભાજપને સબક શિખવાડવાની અપીલ કરી હતી.
દેસાઈ અનુસાર માલધારી વસાહતની સ્થાપતના, સમુદાયના સભ્યો સામે કરેલા ખોટા કેસો પાછા ખેંચવા, ખેડૂત હોવાનો અધિકાર, ગીર, બરડા અને આલેચના વનવિસ્તોરમાં રહેનારા સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગણીઓ લાંબા સમયથી પડતર છે.
શહેરી વિસ્તારોમાં ગુજરાત ઢોર નિયંત્ર કાયદો, 2022 પસાર કરવા માટે ભાજપ સરકાર સામે સમુદાય પહેલાથી જ નારાજ છે. આ કાયદાને રદ કરવા માટે 18 સપ્ટેમ્બરને માલધાર સમુદાયના નેતાઓએ એક મહાપંચાયતનું આયોજન કર્યું હતું. ગાંધીનગરના શેરથા ગામમાં લગભગ 50,000 સભ્યોએ ભાગ લીધો હતો.
એક દિવસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાયદા ઉપર પુનર્વિચાર કરવા માટે રાજ્ય સરકારને પરત મોકલી દીધો હતો. યાર બાદ 21 સપ્ટેમ્બરે વિધાસભામાં સર્વસમ્મતિથી કાયદાને પરત લેવામાં આવ્યો હતો.