ગુજરાત વિધાનસભા ચૂંટણીની બે તબક્કામાં યોજાવાની છે ત્યારે દરેક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. જોકે, આજે 17 નવેમ્બર 2022ના રોજ બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. બીજા તબક્કાની 93 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2022 છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના થવાનું છે અને 8 ડિસેમ્બર 2022ના રોજ પરિણામ જાહેર થશે.
પહેલા તબક્કા માટે ઉમેદવારી નોંધાઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022ના રોજ હતી. જોકે, પહેલા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ આજે એટલે કે 17 નવેમ્બર 2022 છે. પહેલા તબક્કા માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારોએ પોતાનું નામાંકન પણ કરાવી લીધું છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉતારવાની અમિત શાહની પસંદગી, શું છે ગણિત?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1100થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી પડ્યા છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ફોર્મ ભરવામાં આ્યા છે, અહીં 16 બેઠકો માટે 245થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠકો માટે 96 ઉમેદવારો મેદાને ઉતર્યા. આ બાજુ નવસારી જિલ્લામાં 4 બેઠકો માટે 43 ફોર્મ ભરવામાં આવ્યા છે, તો વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે 37 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા, ડાંગ જિલ્લાની 1 બેઠક માટે 18 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીં 533 જેટલા ફોર્મ ભરાયા છે. તમને જણાવી દઈએ કે, કયા જિલ્લામાં કઈ બેઠક પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેની સત્તાવનાર માહિતી ચૂંટણી પંચ હજુ આજે મોડી રાત્રે જાહેર કરશે.
બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખ
ગુજરાત વિધાનસબા ચૂંટણી માટે બીજા તબક્કાની 93 બેઠકો ઉપર મતદાન થવાનું છે. આ 93 બેઠકો ઉપર ઉમેદવારી ફોર્મ ભરવાની આજે 17 નવેમ્બર 2022 છેલ્લી તારીખ છે. જ્યારે 21 નવેમ્બર 2022 સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પરત પણ ખેંચી શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉતારવાની અમિત શાહની પસંદગી, શું છે ગણિત?
બે તબક્કામાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.
ગુજરાતમાં અત્યારે કેટલા મતદારો છે?
હાલમાં ગુજરાતમાં 4 કરોડ 35 લાખ 46 હજાર 956 નોંધાયેલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69.01 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.