scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉતારવાની અમિત શાહની પસંદગી, શું છે ગણિત?

Gandhinagar south seat Alpesh thakor: ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક આ ચૂંટણી માટે કેન્દ્રબિન્દુ બની ગયું છે. કારણ કે છેલ્લી બે ચૂંટણીઓ રાધનપુર બેઠક ઉપરથી લડનારા અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉતારવાની અમિત શાહની પસંદગી, શું છે ગણિત?
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ઠાકોર

પરિમલ ડાભીઃ ગુજરાતમાં દરેક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠક ઉપરથી ટિકિટ આપી છે જ્યારે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ટિકિટ આપી છે. અલ્પેશ ઠાકરોને ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ટિકિટ આપવા પાછળનું ભારતીય જનતા પાર્ટીનું અલગ ગણિત દર્શાવે છે. ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક આ ચૂંટણી માટે કેન્દ્રબિન્દુ બની ગયું છે. કારણ કે છેલ્લી બે ચૂંટણીઓ રાધનપુર બેઠક ઉપરથી લડનારા અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

ગત બે ચૂંટણીમાં શંભુજી ઠાકોરે મેળવી હતી જીત

ઠાકોર સમાજની બહુમતી ધરાવતી ગાંધીનગર દક્ષિણ બેઠકને 2008માં ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રથી અલગ કરવામાં આવી હતી. ત્યારથી 2012 અને 2017માં બે ચૂંટણીઓ થઈ હતી. બંને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવારો સામે જીત મેળવી હતી. 2012માં શંભુજીએ કોંગ્રેસના જુગાજી ઠાકોરને 8000થી વધારે મતોના અંતરથી હરાવ્યા હતા. જ્યારે 2017માં કોંગ્રેસના ગોવિંદજી સોલંકીને 11,500થી વધારે મતોના અંતરથી હરાવીને શંભુજી ઠાકોરે જીત મેળવી હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ત્રિકોણીયો જંગ

2022માં આ સીટ ઉપર ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે આ સીટ ઉપર પ્રવક્તા હિમાંશુ પટેલ, વકીલ અને એક સ્થાનિય પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર દૌલત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અલ્પેશ ઠાકરો મેદાનમાં ઉતર્યા છે. આમ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર મતોનું સમીકરણ

ગાંધીનગર દક્ષિણમાં 3.71 લાખથી વધારે મતદાતા છે. મતદાતાઓમાં એક વ્યાપક જાતિ આધારિ વિશ્વેષણથી જાણવા મળે છે કે ઠાકોર સમુદાય આ સીટ પર સૌથી મોટો સમૂહ છે. બેઠકના કુલ મતદારોમાં લગભગ 1.15 લાખ મતદારો છે. ત્યારબાદ લગભગ 90,000 પાટીદાર મતદાતાઓ છે. ત્રીજો મહત્વપૂર્ણ સમુદાય દલિત છે. જેના લગભગ 25 -30 હજાર મતદાતા છે. સીટમાં લગભગ-10-15 હજાર બિનગુજરાતી ભાષી સમુદાય પણ છે.

અલ્પેશ ઠાકરોની રાધનપુર બેઠક ઉપર હતી નજર

ભારતીય જનતા પાર્ટીએ 14 નવેમ્બરે અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ઠાકોર ફરીથી રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે નજર રાખીને બેઠા હતા. પરંતુ સીટ ઉપર તેમની ઉમેદવારી સામે સ્થાનિક પાર્ટી એકમની અંદર ખૂબ જ વિરોધ હતો. છેવટે ભાજપને રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતારવા પડ્યા.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ મળી

અલ્પેશના નજીકના સમર્થકે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકરોએ પહેલા રાધનપુરથી ટિકિટ માંગી હોવા છતાં તેમને ગાંધીનગર દક્ષિણ આપવામાં આવી હતી. સમર્થકે કહ્યું, “(કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ સિવાય અન્ય કોઈએ ફોન કર્યો નથી.

પક્ષપલ્ટો કરતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા

અલ્પેશે 2017 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર મતદારક્ષેત્રમાંથી તેની પ્રથમ ધારાસભ્ય બેઠક જીતી હતી. જો કે, 2019 માં તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પક્ષપલટો કર્યો અને તે જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા પરંતુ કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા.

આ પણ વાંચોઃ- ‘ગુજરાતમાં ભાજપ પોતાનો જ જીતનો રેકોર્ડ તોડશે’, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારની ગતિશીલતાથી વાકેફ લોકોનું કહેવું છે કે અલ્પેશ માટે તે પ્રમાણમાં સુરક્ષિત બેઠક હશે, કારણ કે ત્યાં ઠાકોરોની બહુમતી છે. કોંગ્રેસ અને AAPના બે પાટીદાર ઉમેદવારો પણ પાટીદાર મતોનું વિભાજન કરી શકે છે, જે અલ્પેશ માટે ફાયદાકારક સાબિત થશે.

Web Title: Assemblye election bjp candidate alpesh thakor amit shah gandhinagar south seat