લીના મિશ્રા: ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ગઇકાલે ગુરુવારે બીજેપીએ મૂરતિયાઓના નામ જાહેર કરી દીધાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાજપે કાલે જાહેર કરેલી યાદીમાં પૂર્વ મત્સ્ય મંત્રી અને કોળીના મજબૂત નેતા પરષોત્તમ સોલંકી (61) અને તેમના ભાઇ હીરા સોલંકી (58) ના નામો રિપીટ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને ભાઇ આ વખતે સતત છઠ્ઠીવાર વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે. તેમને ભાવનગર ગ્રામ્ય અને રાજુલા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ગુરૂવારે તેમની ઉમેદવારી ફાઇનલ જાહેર થયા બાદ હીરા સોલંકીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરી હતી. જે અંતર્ગત તેમણે આત્મવિશ્વાસ દાખવ્યો હતો કે તેઓ આ જિલ્લાની તમામ સીટ પર જીત હાંસિલ કરશે. આ સાથે તેને જણાવ્યું હતું કે, ‘રાજુલામાં લગભગ 65,000 કોળી મતદારો છે જ્યારે ભાવનગરમાં ગ્રામીણ વિસ્તારમાં 85,000 આસપાસ કોળી મતદારો છે’.
વર્ષ 2017માં પરૂષોત્તમ સોલંકીએ ઇન્ડિયન એક્પ્રેસને જણાવ્યું હતું કે, ‘વર્ષ 2022ની ચૂંટણી તેનો પુત્ર દિવ્યેશ લડશે. જેને લઇને તે વર્ષે દિવ્યેશને તેના પિતાના તરફેણમાં જોરશોરથી પ્રચાર કરતા નજર આવ્યો હતો’. ‘પરષોત્તમ સોલંકીએ ગેરંટી આપી હતી કે, 110 ટકા પાંચ વર્ષ પછી દિવ્યેશ આ જ ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે’. ‘જેને લઇને પરૂષોત્તમ સોલંકીને સવાલ કરાયો હતો કે, શું ભાજપ તેને સ્વીકારશે? જેના જવાબમાં પરૂષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, તેને સ્વીકારવું જ પડશે. કારણ કે મારો પુત્ર ભાવનગરમાં 9 સીટ જીતવા ઇચ્છે છે. આ સાથે પરૂષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, જો બીજેપી મારા પુત્રને ટિકીટ નહીં આપે તો હું તેમના તરફથી પ્રચાર કરીશ નહીં’.
મુંબઈ રમખાણોની તપાસ કરી રહેલા જસ્ટિસ શ્રીકૃષ્ણ કમિશન દ્વારા પરસોત્તમ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
2017ની ચૂંટણી બાદ પોર્ટફોલિયોની ફાળવણી થતાં તેઓ નારાજ થઈ ગયા હતા. જેને પગલે તેઓ તત્કાલિન વિજય રૂપાણી સરકારની કેબિનેટ બેઠકથી અંત્તર જાળવ્યું હતું. કારણ કે તેમને મત્સ્યઉદ્યોગ માટે જુનિયર મંત્રીની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઇને પરષોત્તમ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પાંચમી ટર્મ માટે ચૂંટાયા હતા. પરંતુ તેમને માત્ર એક જ પોર્ટફોલિયો મત્સ્યપાલનનો મળ્યો હતો. જેને લઇને પરષોત્તમ સોલંકીએ દાવો કર્યો હતો કે, આ પ્રકારે કોળી સમાજના લોકોની લાગણીઓન ઠેસ પહોંચી છે જે ખુબ જ દુ:ખની વાત છે.
આ ઉપરાંત પુરષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, ‘કોળી સમાજને સરકારમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ તેમજ સ્થાન આપવું જોઇએ, કે પછી મને અન્ય વિભાગ પણ આપવા જોઇએ અથવા તો કોઇ અન્ય કોળી નેતાને કેબિનેટમાં સામેલ કરવા જોઇએ’.
તમને જણાવી દઇએ કે હીરા સોલંકી 400 કરોડના મત્સ્ય પાલનના કૌભાંડ મામલે તપાસનો સામનો કરી રહ્યા છે. જેમાં પૂર્વ મત્સ્ય પાલન મંત્રી દિલીપ સંઘાણીનું નામ ઉછળ્યું છે. ત્યારે સમગ્ર મામલાને લઇ ટૂંક સમયમાં ગાંઘીનગરની એક અદાલતમાં આવી જશે. મહત્વનું છે કે, સંઘાણી અને સોલંકીએ માર્ચ 2021માં દાખલ કરેલી ડિસ્ચાર્જ અરજીઓને કોર્ટે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: રિવાબા જાડેજા જામનગર ભાજપ કાર્યાલય પહોંચ્યા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ કરશે પ્રચાર
સોલંકી રૂપાણીની સરકાર વખતના મંત્રી છે. હીરા સોલંકીને જ્યારે પૂર્વ મંત્રીએ તેમના પુત્ર માટે રસ્તો કેમ ન બનાવ્યો તે અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, ‘હવે ભાઈને ટિકીટ આપવામાં આવી છે. તો પ્રશ્ન ક્યાં છે.’