scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સરકાર બદલવા ઈચ્છે કે નહી? મતદાતાઓનું શું છે મંતવ્ય

Gujarat Assembly Election 2022 Survey: ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પોતાના હાથોમાંથી સત્તા ખોવા માંગતી નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સરકાર બદલવા ઈચ્છે કે નહી? મતદાતાઓનું શું છે મંતવ્ય
પ્રતિકાત્મક તસવીર

Gujarat Assembly election C-Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો તડમાર તૈયારીઓ સાથે ચૂંટણી જંગમાં ઉતરી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પોતાના હાથોમાંથી સત્તા ખોવા માંગતી નથી. આવી પરિસ્થિતિમાં સી-વોટર્સ સર્વેમાં લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ સરકાર બદલવા ઈચ્છે છે. તો જે આંકડા સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે.

સી-વોટર સર્વેમાં લોકોને પૂછવામાં આવી રહ્યું હતું કે શું તોઓ સરકાર બદલવા ઈચ્છે છે?

આ પ્રશ્નના જવાબમાં ગુજરાતની 43 ટકા વસ્તીએ કહ્યું કે તેઓ નારાજ છે અને સરકાર બદલવા ઈચ્છે છે. જ્યારે 34 ટકા લોકોનું કહેવું છે કે તેઓ નારાજ છે પરંતુ સરકાર બદલવા ઈચ્છતા નથી. 23 ટકા લોકોનું કહેવું છે કે તેઓ નારાજ નથી અને સરકાર બદલવા ઈચ્છતા પણ નથી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર થઈ ચૂકી છે. મતદાન બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1 ડિસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે પરિણામ જાહેર થશે. જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે 12 નવેમ્બરે વોટિંગ થશે.

આ પણ વાંચોઃ- PAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

હિમાચલ પ્રદેશને લઈને જે સર્વે સામે આવી રહ્યો છે. તેમાં ભારતીય જનતા પાર્ટી બઢત મળતી દેખાઈ રહી છે. સી વોટર સર્વેમાં લોકોને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે હિમાચલ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં હજી સુધી ભાજપને બઢત કે કોંગ્રેસને? આ પ્રશ્નમાં પણ ચોંકાવનારા જવાબ મળ્યા છે.

આ પણ વાંચોઃ- મનસુખ વસાવાએ કહ્યું…’મારી દીકરી ઘણા વર્ષોથી ભાજપમાં સક્રિય સભ્ય, રાજકારણમાં અપેક્ષા સ્વભાવિક…પરંતુ અમે વફાદાર કાર્યકર્તા’

સર્વેમાં સામે આવ્યું હતું કે 47 ટકા લોકોનું કહેવું છે કે હિમાચલમાં ચૂંટણી પ્રચાર માટે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આગળ છે. જ્યારે 31 ટકા લોકોનું માનવું છે કે હવે કોંગ્રેસ પાર્ટી આગળ છે. આ ઉપરાંત 22 ટકા લોકોનું કહેવું છે કે તેમને આ અંગે જાણ નથી. બંને રાજ્યોમાં કોંગ્રેસ અને બીજેપી ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી પણ પુરા જોશમાં મેદાનામાં ઉતરી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. આ ચૂંટણી જંગ ત્રિકોણીઓ બનાવવા માટે સંપૂર્ણ જોર લગાવી રહી છે.

Web Title: Gujarat assembly election 2022 c voter survey voters mood

Best of Express