scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શ્રમિક મહેન્દ્ર પટણીએ, ગરીબો પાસેથી 10 હજારના સિક્કા કર્યા એકઠાં

Gujarat assembly election: મહેન્દ્ર પટણીએ (mahendra patni) જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરી વિસ્તારમાં કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યાં હતા. ત્યારે અનેક લોકો કદવિહોણા થયા છે. અત્યારે આવા ગરીબ લોકોને જો હું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election) ગાંઘીનગર ઉત્તર બેઠક (Gandhinagar north seat) પરથી વિજય બનીશ તો હું તેમના મકાન ફરી બંધાવીશ. સાથે જ હું તેમનું ઋણ ઉતારી દઇશ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શ્રમિક મહેન્દ્ર પટણીએ, ગરીબો પાસેથી 10 હજારના સિક્કા કર્યા એકઠાં
મહેન્દ્ર પટણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદાતાઓને રિઝવવા માટે પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં એક 35 વર્ષના શ્રમિક મહેન્દ્ર પટણીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. શ્રમિક મહેન્દ્ર પટણીએ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંઘાવી હોવાના સમાચાર સામે આવ્યાં છે. તેણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. ત્યારે નવાઇની વાત એ છે કે, તેઓ પોતાના મતવિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10 હજારના સિક્કા કોથળામાં ભરીને લાવ્યો હતો.

મહેન્દ્ર પટણીએ સિક્કા કંઇ રીતે જમા કર્યા છે તે અંગે જણાવ્યું હતું કે, હું કાયમી રોજગારીથી વંચિત છું, હું એક શ્રમિક છું. મારી પાસે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એવામાં મારા પાડોશી મને સમર્થન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. કારણ કે મારી પાસે નોમિનેશનની ડિપોઝિટ ફાઇલ કરવા માટે પર્યાપ્ત રકમ ન હતી. જેને પગલે મને મત દેવાના વચન આપનાર લોકો પાસે જઇ અને તેમની પાસેથી સિક્કા માંગીને જમા કર્યા છે.

આ સાથે મહેન્દ્ર પટણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરી વિસ્તારમાં કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યાં હતા. ત્યારે અનેક લોકો કદવિહોણા થયા છે. અત્યારે આવા ગરીબ લોકોને જો હું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગાંઘીનગર ઉત્તર બેઠક પરથી વિજય બનીશ તો હું તેમના મકાન ફરી બંધાવીશ. સાથે જ હું તેમનું ઋણ ઉતારી દઇશ.

આ ઉપરાંત મહેન્દ્ર પટણીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં જ 10,000 રૂપિયા એકઠાં કરવામાં આવ્યાં હતા.

મહેન્દ્ર પટણીના સોગંદનામામાં મિલકત શૂન્ય દર્શાવવામાં આવી છે. તેમજ બેંક ખાતા વિશે પણ કોઇ માહિતી નથી. જે અંગે મહેન્દ્ર પટણીએ જણાવ્યું હતુ કે, મેં 14 નવેમ્બરે જ બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ ખાતું ખોલાવ્યું હતું. કારણ કે ચૂંટણી લડવા માટે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડનારાઓના ઉમેદવારોની સંખ્યા મહેન્દ્ર પટણી સહિત કુલ 28 થઇ ગઇ છે. ત્યારે આ બેઠક માટે બીજા તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે.

મહેન્દ્ર પટણીએ પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યુ હતું કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલ લીલાની કાયાપલટ કરવા માટે સરકારે જે 521 ઝૂંપડીઓ તોડી પાડી હતી તેમાંથી એક ઘર તેમનું હતું. સરકારની આ મહેરબાનીને પગલે હાલ અમે પાયાની સુવિધા વિના ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. પટણીએ એ પણ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકારે હજુ સુધી કોઇ વળતર ચૂકવ્યું નથી.

મહેન્દ્ર પટણી મૂળ પાટણના પૈતૃક ગામના વતની છે. તેઓ વર્ષ 1999માં ગુજરાતની રાજધાની ગાંધીનગર આવ્યા હતા. જેને લઇને પટણી જણાવ્યું હતું કે, શરૂમાં અમે આજે જ્યા મીઠાના ટેકરા (દાંડી કુટીર) છે ત્યાં વસવાટ કરતા હતા. આ પછી અમે વર્ષ 2010માં ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પાછળના ભાગમાં રહેવા ગયા હતા. જ્યાં હું મારા માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓ સાથે કાચા મકાનમાં રહે છે. તેની પાસે ઘરની કેટલીક વસ્તુઓ, 12-વોલ્ટની બેટરી અને LED બલ્બ છે. પટણી ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધારક છે. ઓગસ્ટ 2021 સુધીના ડેટા અનુસાર, આ વર્ગના 31.56 લાખ પરિવારો ગુજરાતમાં વસે છે.

આ પણ વાંચો: ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે આવ્યા મેઘા પાટકર, મહારાષ્ટ્રની ઘટનાથી ગુજરાત ચૂંટણીમાં ગરમાવો, બીજેપીને યાદ અપાવ્યો સરદાર સરોવર બંધ વિરોધ

ગાંધીનગર રેલવે સ્ટેશનનું પુન:નિર્માણ ગાંધીનગર રેલવે અને શહરી વિકાસ નિગમ લિમિટેડએ કર્યું હતું. જે ગુજરાત સરકાર અને ભારતીય રેલવે રાજ્ય વિકાસ નિગમની સંયુક્ત જગ્યા છે. સરકારી ઓફિસરોએ ધ ઇન્ડિયન એક્પ્રેસને જણાવ્યું હતું કે, ઝૂંપડપટ્ટિઓ ભારતીય રેલવે સંબંધિત જગ્યા પર બનાવવામાં આવી હતી. એટલે તેને તોડી પાડવામાં આવી હતી.

તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્ર પટણી એક જ નથી જેને સિક્કા ભેગા કરીને ઉમેદવારી નોંધાવી હોય. આ સિવાય વડોદરાના સયાલીગંજથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે સિક્કા ભેગા કરીને મેદાને ઉતરી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પહેલા તબક્કામાં 40 સીટો પર પ્રચારમાં CM યોગી, શિવરાજ, હિમંતા સહિત 29 દિગ્ગજ નેતા, 10 દિવસમાં કોઈ કસર નહીં છોડે બીજેપી

વેડિંગ પ્લાનર વ્યાસે જણાવ્યું હતું કે, જ્યારે હું ચૂંટણી માટે દાવેદારના રૂપમાં ઉતરી તો મને લોકોએ પૂછ્યું કે તે મારા માટે શું કરી શકે? મેં તેમને આશીર્વાદના રૂપમાં એક રૂપિયો આપવાનું કહ્યું હતું. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, મેં વધુ પૈસા તો Google Payના માધ્મયથી એકત્ર કર્યા છે. મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં પૂરી રકમ એકઠી થઇ ગઇ હતી. તમને જણાવી દઇએ કે, વ્યાસના સોગંદનામામાં 2.5 લાખ રૂપિયાની સંપત્તિ અને 55 લાખનું ધર દર્શાવવામાં આવ્યું છે.

Web Title: Gujarat assembly election 2022 gandhinagar north seat candidate mahendra patni files nomination

Best of Express