ગોપાલ કટેશિયાઃ આમ આદમી પાર્ટીએ રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા સીટ ઉપરથી ટિકિટ આપી છે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીની ચૂંટણી આ બેઠક પરથી લડશે. આહિર સમુદાય વિસ્તારનો સૌથી પ્રભાવશાળી ચૂંટણી સમૂહ છે અને 1972થી માત્ર આહિર ઉમેદવાર જ આ સીટ ઉપરથી જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા છે. આહિરોને ગઢવી સમુદાયની જેમ જ અન્ય પછાત વર્ગમાં રાખવામાં આવ્યા છે.
આ બે દિગ્ગજ નેતાઓ સામે ઇસુદાન ગઢવીનો થશે જંગ
ઇસુદાન ગઢવીનો મુકાબલો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અત્યારના ધારાસભ્ય વિક્રમ માડમ અને ભાજપના દિગ્ગજ મુલુ બેરાથી થશે. વિક્રમ અને બેસા વચ્ચે પ્રતિદ્વંદ્વિા લગભગ ત્રણ દશક જૂની છે અને બંને 20 વર્ષ પછી એકબીજા સામે લડવા માટે તૈયાર છે.
ખંભાળિયા બેઠક પર 1967માં બિનઆહિર ચૂંટાયા હતા
ઇસુદાન ગઢવી ખંભાળિયા તાલુકાના પિપલિયા ગામના છે પરંતુ તેમની ચૂંટણીની શરુઆત સરળ નથી કારણ કે એક બીનઆહિર ઉમેદવાર છેલ્લીવાર 1967માં આ સીટ ઉપરથી જીત્યા હતા. આ ચૂંટણીમાં લોહાણા સમુદાયથી સંબંધ રાખનાર સ્વતંત્ર પાર્ટીના ડીબી બરઈએ તત્કાલિન કોંગ્રેસ ધારાસભ્ય હરિલાલ નકુમને હરાવ્યા હતા.
ખંભાળિયા બેઠક પર આહિરાનો દબદબો 1972માં શરુ થયો
આહિરાનો દબદબો 1972માં શરુ થયો હતો જે અપક્ષ ઉમેદવાર હેમંત માડમે નકુમને હરાવ્યા હતા. માડમના પુત્રી પુનમ માડમ જામનગરથી બીજેપીના અત્યારના સાંસદ છે. હેમંત માડમના એક અપક્ષ ઉમેદવારના રુપમાં 1975,1980 અને 1985માં ત્રણ વખત સીટ જીતી, કોંગ્રેસ 1990માં ખંભાળિયા ઉપર જીતવામાં સફળ રહી, જ્યારે હેમંત માડમ મેદાનમાં ન્હોતા. જ્યારે ભાજપે પહેલીવાર આ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.
1995માં ભાજપે પહેલીવાર આ બેઠક પર જીત મેળવી
1993માં હેમંત માડમનું અવસાન થયું અને 1995માં ભાજપે પહેલીવાર આ મતદારક્ષેત્ર જીત્યું, જ્યારે ભાજપના જેસા ગોરિયાએ રણમલને હરાવ્યા. 1998, 2002, 2007 અને 2012માં વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપે આગામી બે દાયકા સુધી આ બેઠક પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી. પરંતુ જે બદલાયું ન હતું તે એ હતું કે ભાજપના વિજેતા અને કોંગ્રેસના મુખ્ય હરીફ આહીરો હતા.
આ બેઠકમાં આહીર મતદારો મહત્વની ભૂમિકા
આ બેઠકમાં આહીર મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે તેવું કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ભાજપના એક નેતાએ કહ્યું કે જે પણ પક્ષ આ બેઠક જીતવા માંગે છે તેણે આહીરને ટિકિટ આપવી પડશે. કોંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં 3.02 લાખ મતદારો છે, જેમાંથી 52,000 આહિર છે. તેમના પછી મુસ્લિમ (41,000), સતવાર (21,000), દલિતો (18,000) અને ગઢવી (15,000) આવે છે. સતવાર અને ગઢવી બંને ઓબીસી પણ છે.
આ પણ વાંચોઃ- દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયાર
ખંભાળિયામાં માત્ર આહિર મતદારો પર આધારિત નથીઃ વિક્રમ માડમ
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે, 64, જણાવ્યું હતું કે ખંભાળિયામાં ચૂંટણીની સફળતા માત્ર આહિર મતદારો પર આધારિત નથી. તેમણે કહ્યું, “બે લાખથી વધુ મત અન્ય સમુદાયના છે. હું એકલો આહીર સમાજનો આગેવાન નથી. મારા સમુદાયનું મતદાન 57 ટકાથી વધુ નથી અને છતાં મને 2017માં કુલ 80,000 જેટલા મત મળ્યા હતા. આ એ વાતનો પુરાવો છે કે તમામ સમુદાયના મતદારોએ મને મત આપ્યો છે.”