ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામે સૌને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. ભાજપની આ ઐતિહાસિક જીતની સાથે ગુજરાતમાંથી કોંગ્રેસનો પંજો તૂટી ગયો છે. જોકે કોંગ્રેસના પતનની સાથે આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે એક મજબૂત હરીફનો ઉદય થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ગુરૂવારે જાહેર થતાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 156 બેઠકો જીતી ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી રાજનીતિમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે 156 બેઠકો સાથે ઇતિહાસ સર્જયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જોકે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં જાણે કોંગ્રેસનો છેદ ઉડી ગયો છે. ગુજરાતના રાજકારણમાંથી કોંગ્રેસના વળતા પાણી દેખાઇ રહ્યા છે. કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મળીછે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રૂપમાં ભાજપ સામે વધુ એક હરીફ પાર્ટીનો ઉદય થયો છે.
જાણો ગુજરાત ચૂંટણી 2022 પરિણામ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 1 કરોડ 67 લાખ કરતાં વધુ મતદારોએ પોતાનો મત આપતાં કુલ 52.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86 લાખ 83 હજાર મતદારોએ જનાદેશ આપતાં 27.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે પ્રથમ વખત વધુ બેઠકો પર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીને 41 લાખ 12 હજારથી વધુ મત મળતાં 12.9 ટકા વોટ શેર મળ્યો છે.
બેઠક | વિજેતા (આમ આદમી પાર્ટી) | હરીફ | માર્જીન |
જામજોધપુર | આહીર હેમંતભાઇ | ચીમનભાઇ સાપરીયા (ભાજપ) | 10403 |
વિસાવદર | ભૂપેન્દ્ર ભાયાણી | હર્ષદ રીબડીયા (ભાજપ) | 7063 |
ગારીયાધર | સુધીરભાઇ વાઘાણી | મકરાણી કેશુભાઇ (ભાજપ) | 4819 |
બોટાદ | મકવાણા ઉમેશભાઇ | ઘનશ્યામભાઇ વિરાણી (ભાજપ) | 2779 |
ડેડીયાપાડા | ચૈતરભાઇ વસાવા | હિતેશ વસાવા (ભાજપ) | 40282 |
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ધમાકેદાર ઉદય થયો છે. ભાજપને જાણે સીધો પડકાર ફેંક્યો હોય એ રીતે પાંચ બેઠકો પર જીત મેળવી અને 35 બેઠકો પર બીજા નંબરની પાર્ટી તરીકે ઉપસી આવી છે.
બેઠક | વિજેતા | હરીફ (આપ) | માર્જીન |
ભિલોડા | પી સી બરંડા (ભાજપ) | રૂષિભાઇ ભગોરા | 28768 |
વિરમગામ | હાર્દિક પટેલ (ભાજપ) | અમરસિંહ અણદાજી ઠાકોર | 51707 |
લીમડી | કિરીટસિંહ જીતુભા રાણા (ભાજપ) | મયુરભાઇ મેરાભાઇ સકારીયા | 23146 |
વઢવાણ | જગદીશભાઇ પ્રભુભાઇ મકવાણા (ભાજપ) | બજરંગ હિતેશકુમાર ભગવાનજીભાઇ પટેલ | 65489 |
ચોટીલા | ચૌહાણ શામજીભાઇ ભીમજીભાઇ (ભાજપ) | કપરાડા રાજુભાઇ મેરામભાઇ | 25642 |
રાજકોટ દક્ષિણ | રમેશભાઇ ટીલાળા (ભાજપ) | શિવલાલ બરાસીયા | 78864 |
રાજકોટ ગ્રામ્ય | ભાનુબેન બાબરીયા (ભાજપ) | વશરામભાઇ સાગઠીયા | 48494 |
જસદણ | કુંવરજીભાઇ બાવળીયા (ભાજપ) | તેજશભાઇ ભીખાભાઇ ગાજીપરા | 16172 |
જેતપુર | જયેશભાઇ રાદડીયા (ભાજપ) | રોહિતભાઇ ભુવા | 76926 |
કાલાવડ | ચાવડા મેઘજીભાઇ (ભાજપ) | ડો. જગદીશ સોલંકી | 15850 |
જામનગર ગ્રામ્ય | પટેલ રાઘવજીભાઇ (ભાજપ) | પ્રકાશ ધીરબભાઇ ડાંગા | 47500 |
જામનગર ઉત્તર | રિવાબા જાડેજા (ભાજપ) | કરસનભાઇ આહીર | 53570 |
ખંભાળીયા | મુલુભાઇ બેરા (ભાજપ) | ઇસુદાન ગઢવી | 18745 |
તલાલા | ભગાભાઇ બારડ (ભાજપ) | દેવેન્દ્રભાઇ સોલંકી | 20055 |
ધારી | જયસુખ કાકડીયા (ભાજપ) | કાન્તિભાઇ સતાસીયા | 8717 |
ગઢડા | મહંત શંભુનાથ (ભાજપ) | રમેશભાઇ પરમાર | 26694 |
મોરવા હડફ | સુથાર નિમિષાબેન (ભાજપ) | ભનાભાઇ મનસુખભાઇ ડામોર | 48877 |
ફતેપુરા | કટારા રમેશભાઇ (ભાજપ) | ગોવિંદભાઇ દલાભાઇ પરમાર | 19531 |
જાલોદ | મહેશભાઇ ભુરીયા (ભાજપ) | અનિલભાઇ ગરાસિયા | 35222 |
લીમખેડા | શૈલેષભાઇ ભાભોર (ભાજપ) | નરેશભાઇ બારીયા | 3663 |
દેવગઢ બારીયા | બચુભાઇ ખાબડ (ભાજપ) | ભરતસિંહ વખાલા | 44201 |
જેતપુુર | જયંતિભાઇ રાઠવા (ભાજપ) | રાધિકાબેન રાઠવા | 38106 |
માંગરોળ | ગણપત વસાવા (ભાજપ) | સ્નેહલ વસાવા | 51423 |
કામરેજ | પ્રફુલ્લ પંસેરીયા (ભાજપ) | રામ ધડુક | 74697 |
સુરત ઉત્તર | કાંતિભાઇ બલાર (ભાજપ) | મહેન્દ્ર નવાડિયા | 34293 |
વરાછા રોડ | કિશોર કાનાણી (ભાજપ) | અલ્પેશ કથેરીયા | 16834 |
કારંજ | પ્રવિણ ઘોઘારી (ભાજપ) | મનોજ સોરઠિયા | 35974 |
લિંબાયત | સંગીતાબેન પાટીલ (ભાજપ) | પંકજભાઇ તાયડે | 57970 |
મજુરા | હર્ષ સંઘવી (ભાજપ) | પી વી એસ શર્મા | 116675 |
કતાર ગામ | વિનોદ મોરડિયા (ભાજપ) | ગોપાલ ઇટાલીયા | 64627 |
ચોર્યાસી | સંદિપ દેસાઇ (ભાજપ) | પ્રકાશ ભાઇ કોન્ટ્રાક્ટર | 186418 |
વ્યારા | મોહનભાઇ કુકાણી (ભાજપ) | બિપિનચંદ્ર ચૌધરી | 22120 |
ધરમપુર | અરવિંદ છોટુભાઇ પટેલ (ભાજપ) | કમલેશભાઇ પટેલ | 33327 |
વલસાડ | ભરતભાઇ પટેલ (ભાજપ) | રાજેશભાઇ મંગુભાઇ પટેલ | 103776 |
નરોડા | પાયલ કુકરાણી (ભાજપ) | ઓમપ્રકાશ તિવારી | 83513 |
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો