scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ગતિહીન કોંગ્રેસે ભાજપનો અપનાવ્યો પ્લાન, બુથોને મજબૂત બનાવશે!

Gujarat assembly election congress Balubhai Patel: કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ નેવું વર્ષીય બાલુભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસની એક ડઝનથી વધારે કપરી સીટોના ડેટા સાથે આગામી દિવસોમાં સીટોનો પ્રવાસ કરનારા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ગતિહીન કોંગ્રેસે ભાજપનો અપનાવ્યો પ્લાન, બુથોને મજબૂત બનાવશે!
પ્રતિકાત્મક તસવીર

લીના મિશ્રાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી મેદાનમાં ઉતરેલી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરવા લાગી છે સાથે સાથે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવા લાગી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ રહેશે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ નેવું વર્ષીય બાલુભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસની એક ડઝનથી વધારે કપરી સીટોના ડેટા સાથે આગામી દિવસોમાં સીટોનો પ્રવાસ કરનારા છે.

સ્વતંત્રતા આંદોલનના યુગમાં ઉછરેલા બાલુભાઈ પટેલ થોડા વર્ષોને બાદ કરતા ચિમનભાઈ પટેલના નેતૃત્વવાળા જનતા દળની સાથે હતા. તેઓ એક કટ્ટર, ખાદી દાન કરનાર ગાંધીવાદી અને કોંગ્રેસી છે. જેઓ આમ આદમી પાર્ટીના વિચારોની મજાક ઉડાવે છે. તેઓ એક દલિલ કરે છે કે ચિમનભાઈ અને શંકરસિંહ વાઘેલા જેવા મોટા નેતાઓ ત્રીજી તાકત ન બની શક્યા તો આમ આદમી પાર્ટી શું છે?

જોકે, પાર્ટી 1995થી ગુજરાતમાં સત્તામાંથી બહાર છે અને 2014થી એકપણ લોકસભા ચૂંટણી જીતી નથી. તેવી પાર્ટીના બૂથ નેટવર્કને મજબૂત કરવા માટે ભાજપના પ્લાનને અપનાવ્યો છે. પાર્ટીના નેતાઓએ ધ્યાન આવ્યું છે કે આપણી પાસે જે પ્રકારે નેટવર્કની કમી છે તે જોતા આપ કોંગ્રેસ સાથે મુકાબલો કરવા માટે સક્ષમ ન થઈ શકે.

જોકે, પાર્ટી 1995થી ગુજરાતમાં સત્તામાંથી બહાર છે અને 2014થી એકપણ લોકસભા ચૂંટણી જીતી નથી. તેવી પાર્ટીના બૂથ નેટવર્કને મજબૂત કરવા માટે ભાજપના પ્લાનને અપનાવ્યો છે. પાર્ટીના નેતાઓએ ધ્યાન આવ્યું છે કે આપણી પાસે જે પ્રકારે નેટવર્કની કમી છે તે જોતા આપ કોંગ્રેસ સાથે મુકાબલો કરવા માટે સક્ષમ ન થઈ શકે.

આ પણ વાંચોઃ- ABP C-Voter Survey: પીએમ નરેન્દ્ર મોદીના કામ પર જનતાએ શું કહ્યું? ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વચ્ચે રિપોર્ટ કાર્ડ જાહેર

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં યુવાનોના એક ગ્રૂપને બુથ મેનેજમેન્ટ માટે સ્વયંસેવકોની પસંદગી કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે “અમારી પાસે ડેટાબેઝ છે જેના આધારે અમે નામાંકનને સત્યાપિત કરવા માટે પ્રત્યેક નંબર ઉપર કોલ કરીએ છીએ અને પૂછીએ છીએ કે શું તેઓ સ્વયંસેવા કરવા માંગે છે. જો તેઓ સહમત હોય હોય તો અમે તેમને પોતાના પાડોશના ચાર-પાંચ બીજા નામકંન કરવા માટે કહીએ છીએ. જે બૂથોમાં કામ કરશે.”

આ પણ વાંચોઃ- ગુજરાતમાં પીએમ મોદીએ કહ્યું- આ વખતે મારે જ મારા બધા રેકોર્ડ તોડવા છે, નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ

કોંગ્રેસે ઓગસ્ટથી દર બે ચૂંટણી ક્ષેત્રો માટે 91 રથ તૈનાત કર્યા છે. જે સતત આગળ વધી રહ્યા છે. તેમનો એજન્ડા ભાજપ પહેલા અનેક દશકોમાં દેશમાં વિકાસનો પાયો રાખવામાં પાર્ટીનું યોગદાનને લોકો સુધી પહોંચાડવાનું છે. અમદાવાદમાં પાર્ટીનું કાર્યાલય લગભગ ખાલી છે. એક પદાધિકારી કહે છે કે “દરેક પરિવર્તન સંકલ્પ યાત્રા ઉપર નીકળ્યા છે.” યાત્રા 1 નવેમ્બરે પાંચ ક્ષેત્રોમાં પાંચ રૂટ ઉપરથી શરૂ થઈ અને 182 ચૂંટણી બેઠકોમાંથી 175ને કરવ કરશે.

ગત મહિને આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં એક રેલીમાં મોદીએ કોંગ્રેસના મૌન અભિયાનની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “એ તથ્યના આધારે તેમનું આકલન ન કરો કે તેમણે સાર્વજનિક બેઠકો, પ્રેસ કોન્ફરન્સ અથવા નિવેદન આપ્યા નથી.” આભાસી ઘોષણાઓ અને ઉદ્ઘાટનો માટે એપ્રિલ પછી વડાપ્રધાન મોદી સતત ગુજરાત આવી રહ્યા છે. ઓગસ્ટમાં 22 જનસભાઓ અને રોડ શો સામે ઇસારો કરતા કોંગ્રેસના ચૂંટણી સંકલન પ્રમુખ પટેલે કહ્યું હતું કે જો ભાજપ માટે એટલું જ સરળ હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું કામ વારંવાર ગુજરાત આવવું પડ્યું અને કોંગ્રેસ અંગે આવી ચેતવણીઓ આપવી પડી?.

અનેક ચૂંટણીઓ લડનારા 90 વર્ષીય દિગ્ગજ કહે છે કે “તમે માત્ર શહેરી વોટો મેળવી લેશો જે ભાજપના છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં આમની કોઈ બોલબાલા નથી.” કોંગ્રેસના પૂર્વ સાંસદનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટી માત્ર પ્રચાર ઉપર નિર્ભર છે, આમનું કોઈ નેટવર્ક નથી, ગ્રાઉન્ડ લેવલે કોઈ વાસ્તવિક કામ નથી થયું.”

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સફળ નેતા શીલા દીક્ષિતના પુત્ર પૂર્વ લોકસભા સાંસદ સંદીપ દીક્ષિતને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલના દાવાઓની પોલ ખોલવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસ માટે 2022ની વિધાનસભા ચૂંટણી એક વાસ્તવિક પરીક્ષા છે. કારણે 2017માં 1985 બાદ 77 સીટોની પોતાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. (1985માં પાર્ટી 82 ટકા વોટો સાથે 149 સીટો જીતી હતી. જે રાજ્યમાં સૌથી વધારે હતી.) 1985ની જીતનો શ્રેય કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીના ખામ ફોર્મૂલા આપવામાં આવ્યો છે. જેણે પાટીદારોને અલગ કરી દીધા હતા. જોકે, ખામે અનેક વર્ષો સુધી કોંગ્રેસને સમૃદ્ધ લાભાંશ અર્જીત કર્યો હતો.

બીજેપીની ડબલ એન્જીન સરકાર અભિયાન સામે લડવા માટે કોંગ્રેસે અમદાવાદમાં કોંગ્રેસનું કામ બોલે છે, કોંગ્રેસનુ કામ આજે બોલશેના સુત્રની સાથો હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, રાજ્યના પ્રભારી એઆઈસીસી મહાસચિવ રઘુ શર્મા, પીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના ફોટો લગાવવામાં આવ્યા છે.

જોકે, કોંગ્રેસના યુવા સદસ્ય આનાથી નિરાશ થયા છે તેમના હિસાબથી પાર્ટીને જીત અપાવવા માટે આટલું કાફી નથી. એક નેતાનું કહેવું છે કે કોંગ્રેસની અતિતમાં જે કર્યું તેના વિશે વાત કરવાથી કામ નહીં ચાલે. લોકો જાણવા માંગે છે કે આપણે શું કરીશું, એક દ્રષ્ટી માંગે છે.

Web Title: Gujarat assembly election congress balubhai patel parivartan sankalp yatra