ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી પુલ દુર્ઘટના વિશે શું વિચારે છે મતદારો?

Gujarat assembly election Morbi Bridge Collapse: ટીવી ચેનલ જનતાના મત માટે અનેક મુદ્દાઓ ઉપર સીધો સર્વે કરીને જનતાનો મૂડ જણાવી રહી છે. તાજેતરમાં ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. ચૂંટણીમાં આની અસર ચોક્કસ પણે દેખાશે.

Written by Ankit Patel
Updated : November 04, 2022 08:50 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી પુલ દુર્ઘટના વિશે શું વિચારે છે મતદારો?
મોરબી પુલ દુર્ઘટના સ્થળની તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ પક્ષ તથા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર અભિયાન કરી રહ્યા છે. અત્યારે રાજકિય દળ જનતાનું સમર્થન મેળવવા માટે જોરદાર રેલીઓ અને જનસભાઓ કરી રહ્યા છે. કોઈ પાર્ટીનો જનાધાર કેટલો મજબૂત છે એ તો પરિણામ આવ્યા બાદ જાણી શકાય છે. પરંતુ ટીવી ચેનલ જનતાના મત માટે અનેક મુદ્દાઓ ઉપર સીધો સર્વે કરીને જનતાનો મૂડ જણાવી રહી છે. તાજેતરમાં ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. ચૂંટણીમાં આની અસર ચોક્કસ પણે દેખાશે.

આ દુર્ઘટના અને વિધાનસભા ચૂંટણી અંગે ટાઇમ્સ નાઉ-ઇટીજી ઓપિનિયન પોલમાં જનતાનો મત પૂછવામાં આવ્યો તો 28 ટકા લોકોએ કહ્યું કે આ તંત્રની બેદરકારી હતી. 23 ટકા લોકો કહે છે તે સરકારની બેદરકારીનું પરિણામ હતું. જ્યારે 18 ટકા લોકો માને છે કે આ દુર્ઘટના હતી. જોકે, 31 ટકા લોકો એવું માને છે કે આ દર્દનાક ઘટના માટે ત્રણે કારણો જવાબદાર છે. વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ માટે આ મોટો મુદ્દો બની ગયો છે.

છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણી

ગુજરાતમાં ભાજપ છેલ્લા અનેક વર્ષોથી સત્તામાં છે. વિધાનસભા ચૂંટણીથી થોડા દિવસ પહેલા જ દુર્ઘટનાએ સત્તાધારી પાર્ટીના તંત્ર વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા કરી દીધા છે.

ભાજપ સામે ચૂંટણી મેદાનમાં સામે પડેલી આમ આદમી પાર્ટીએ મોરબી દુર્ઘટના સામે મોરચો ખોલી દીધો છે. આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પણ સત્તાધારી પક્ષ સામે બાંયો ચડાવી દીધી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડા પર એક નજર, 100 વર્ષથી વધુ વયના 10,460 મતદાતા

આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. આરોપી કંપનીએ જવાબદાર અધિકારીઓ અને દોષીઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે પરંતુ જેનો જીવ ગયો છે તેમના પરિજનોમાં સત્તાધારી નેતાઓ પ્રત્યે આક્રોશ તો રહેશે જ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ