Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે. જેમાં તેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડા પર એક નજર
- ચૂંટણી પંચે પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વખતે કુલ 4,90,89,765 મતદાતા છે.
- 2,53,36,610 પુરુષ મતદાતા છે.
- 2,37,51,738 મહિલા મતદાતા છે.
- 80 વર્ષથી વધુ વયના 9, 87,999 સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
- 100 વર્ષથી વધુ વયના 10,460 સિનિયર સિટિઝન મતદાતા છે.
- 4, 04,802 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો છે.
- રાજ્યમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે.
- 4, 61,494 મતદારો (18-19 વર્ષના)પહેલી વખત મતદાન કરશે.
- 27943 સર્વિસ ઇલેક્ટ્રોસ તરીકે સેવા આપશે.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, બે તબક્કામાં થશે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
મતદાનના પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં થશે વોટિંગ
મતદાનના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે આ જિલ્લામાં વોટિંગ થશે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી, નર્મદા, રાજકોટ, જામનગર, ભરુચ, સુરત, તાપી, દ્રારકા, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, વલસાડનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં આ જિલ્લામાં થશે વોટિંગ
મતદાનના બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે આ જિલ્લામાં વોટિંગ થશે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર