ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના (સોમવાર) થયું હતું. ત્યારે બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જે અનુસાર વીઆઇપી મતદાતાઓ જેમકે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના મતદાતાઓના મતવિસ્તારમાં વધુ મતદાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે.
આંકડાકીય માહિતી પર નજર કરીએ તો રાણીપની નિશાલ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. જ્યાં 67 ટકા જેટલું મતદાન થયું છે. આ વિસ્તાર સાબરમતી વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાણીપ મતવિસ્તારના મતદાતા તરીકે નોંધણી છે. આ વિસ્તારમાં મોદીના મોટાભાઇ સોમાભાઇ નિવાસ કરે છે.
રાણીપ વિસ્તારમાં સ્થિત નિશાન સ્કૂલમાં ચાર મતદાન બૂથ હતા. તેમાંથી પીએમ મોદીએ જે બૂથમાં મતદાન કર્યું હતું, તેમાં કુલ 1,332 જેટલા મતદાતાઓ હતા. જેમાંથી 463 પુરૂષ અને 430 મહિલાઓએ મતદાન કર્યું હતુ.
નિશાન સ્કૂલ સ્થિત અન્ય ત્રણ મતદાન કેન્દ્ર પર 66 ટકા, 61 ટકા અને 53 ટકા જેટલું મતદાન થયું છે. આ સાથે સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લગભગ કુલ 55.72 ટકા મતદાન નોંધાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેમની પત્ની સોનલ શાહ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખનો દીકરો જય શાહે અમદાવાદના નગર નિગમ નારણપુરા વોર્ડ કાર્યાલયમાં મતદાન કર્યું હતું. સુત્રો અનુસાર, અહીંયા 61.5 ટકા મતદાન થયું છે. જે નારણપુરા વિધાનસભા મતવિસ્તારથી કુલ ક્ષેત્રના સરેરાશ મતદાન 55.59 ટકાથી વધુ છે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કેન્દ્ર શિલાજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતુ. ત્યાંની આંકડાકીય માહિતી અંગે વાત કરીએ તો અહીંયા 65.28 ટકા જેટલું મતદાન થયું હોવાનો અહેવાલ છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : ભારતીય નેશનલ કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર
ચૂંટણી પંચે બહાર પાડેલા મતદાનના આંકડો પરથી તારણ નીકળે છે કે, કુલ 1,486 મતદાતાઓમાંથી 970એ મતદાન કર્યું હતું. જેમાં 515 મહિલા અને 455 પુરુષોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.