scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ હાજર નથી એનો મતલબ ગેરહાજરી નથી, રાહુલની ગેરહાજરી મામલે ગુજરાત કોંગ્રેસ બચાવ મોડમાં

Gujarat assembly election rahul gandhi congress: કોંગ્રેસ પક્ષ ગુજરાતના ચૂંટણી અભિયાનમાં રાહુલ ગાંધીની ગેરહાજરીના સત્ય પર એક સકારાત્મક સ્પિન નાખવાની કોશિશ કરી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ હાજર નથી એનો મતલબ ગેરહાજરી નથી, રાહુલની ગેરહાજરી મામલે ગુજરાત કોંગ્રેસ બચાવ મોડમાં
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી

લીના મિશ્રાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પાર્ટીઓ પોતાના ઉમેદવારો પણ ઉતારવા લાગ્યા છે. બીજી તરફ દરેક પાર્ટીના મોટા માથાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. જોકે, કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીની ગુજરાત ચૂંટણીમાં ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી છે. જોકે, ભારત જોડો યાત્રાની સ્થાયી પ્રભાવથી લઈને લાંબા અંતરની દેખરેખ સુધી, પાર્ટી નેતાઓ દ્વારા કેન્દ્રિ અભિયાન સુધી, કોંગ્રેસ પક્ષ ગુજરાતના ચૂંટણી અભિયાનમાં રાહુલ ગાંધીની ગેરહાજરીના સત્ય પર એક સકારાત્મક સ્પિન નાખવાની કોશિશ કરી રહી છે.

રાજ્ય એકમને કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી કે તે બદલાઈ શકે છે કે કેમ, કેટલાક નેતાઓએ કામચલાઉ રીતે રાહુલની બે મુલાકાતોની વાત કરી હતી, એક 22 નવેમ્બરના રોજ, 1 ડિસેમ્બરે 89 બેઠકો પરના પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચાર માટે એક અઠવાડિયામાં, અને અન્ય 5 ડિસેમ્બરે બીજા તબક્કા પહેલા. આ 2017માં હાઈ ઓક્ટેન અભિયાન કરતા ગણું અલગ છે. જ્યારે રાહુલ ગાંધીએ અનેક મંદિરોનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે લગભગ 40 સભાઓને સંબોધી હતી. એક નવસર્જન યાત્રા પણ શરુ કરી હતી. જેણે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કવર કર્યો હતો.

2017માં રાજ્યમાં પાર્ટીએ 77 સીટો પર જીત મેળવી હતી. આ સંખ્યા 1990 પછી સૌથી વધારે હતી જ્યારે ભાજપની 99 સીટો સૌથી ઓછી હતી. કોંગ્રેસ નેતાઓનો તર્ક છે કે સૌથી સારી બાબત એ છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી વિચલિત થયા નથી. ઉલ્લેખનીય છે કે તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કર્યો નથી. જોકે, હિમાચલ પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટી અભિયાનની કમાન સંભાળી હતી.

ફેબ્રુઆરી 2019માં જ્યારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક અમદાવાદમાં થઈ હતી વાડ્રા ગુજરાતમાં આવ્યા હતા. તેમણે ક્યારે પણ રાજ્યમાં એક પણ રેલીને સંબોધી નથી. કોંગ્રેસના એક નેતા કહે છે કે રાહુલ જી જ્યારે પ્રચાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને બોલાવવાનો કોઈ મતલબ નથી. બંને અમારા સ્ટાર પ્રચારક છે. તેઓ ત્યારે જ આવે છે જ્યારે રાહુલજી હિમાચલની જેમ અસમર્થ હોય છે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ વિદ્રોહીઓને મનાવવા મેદાનમાં ઉતર્યા અમિત શાહ, છેલ્લા એક વર્ષથી ગુજરાત બીજેપીના નિર્ણયોથી હતા દૂર

રાહુલની ગેરહાજરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની ખોટ સાથે સુસંગત છે. ગુજરાતમાં હાઈકમાન્ડની આંખો અને કાન સમાન અહેમદ પટેલનું 2020 માં કોવિડ -19ના કારણે નીધન થયું હતું. એઆઈસીસીના ગુજરાતના પ્રભારી મહાસચિવ રઘુ શર્માએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે રાહુલ ભલે રાજ્યમાં હાજર ન હોય પરંતુ તેઓ સતત ધ્યાન રાખી રહ્યા છે કે પક્ષ ગુજરાતમાં શું કરી રહ્યો છે. અમે તેની બેઠકોની યોજના બનાવી રહ્યા છીએ પરંતુ એ કહેવું ખોટું છે કે તેઓ ગેરહાજર છે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં સપ્ટેમ્બરમાં દ્વારકા, દાહોદ અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બેઠક કરી હતી.

પાર્ટી નેતાઓનો તર્ક છે કે 2017 સાથે તુલના કરવું ખોટું છે. કારણે એ સમયે રાહુલ ગાંધી પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. ગુજરાત કોંગ્રેસના કોર કમિટીના સભ્ય અને એઆઈસીસી પ્રતિનિધિ ગૌરવ પંડ્યા કહે છે કે આને જોવાની વધુ એક રીત છે. બધા મેદાનમાં પ્રચાર કરી રહ્યા છે. જો રાહુલજી આવે તો જે ઉમેદવાર નેતા છે તેઓને પોતાનો પ્રચાર છોડીને તેમની સભાઓમાં આવવું પડે જે તેમના માટે નુકસાન કારક બની શકે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ મળી

આ ઉપરાંત પંડ્યા કહે છે કે “તેમની (રાહુલ ગાંધી) ભારત જોડો યાત્રાનો અમારા અભિયાન ઉપર અપ્રત્યક્ષ પ્રભાવ પડી રહ્યો છે. નાના નાના ગામોમાં કોંગ્રેસ કાર્યકર્તા આ અંગે વાત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ‘અમારે એના પૂરક થવું જોઈએ’ ભારત જોડો યાત્રાની યોજના રાષ્ટ્રીય પરિપેક્ષ્યની સાથે બનાવવામાં આવી છે.”

Web Title: Gujarat assembly election rahul gandhi congress absent political news

Best of Express