scorecardresearch

ગુજરાત ચૂંટણી પરિણામ: અમદાવાદમાંથી ભાજપના બીજા ‘અમિત શાહે’ એક લાખથી વધુ માર્જીન મતોથી મેળવ્યો ભવ્ય વિજય

Gujarat Assembly Election Result 2022 Live Updates: પરિણામોની ચર્ચા વચ્ચે અમદાવાદના ગુજરાત ભાજપના બીજા અમિત શાહ પણ જીત્યા છે. અમદાવાદની એલિસબ્રિઝ બેઠક ઉપરથી અમિત પોપટલાલ શાહે એક લાખથી વધારે માર્જીન મતથી ઐતિહાસિક જીત નોંધાવી છે.

ગુજરાત ચૂંટણી પરિણામ: અમદાવાદમાંથી ભાજપના બીજા ‘અમિત શાહે’ એક લાખથી વધુ માર્જીન મતોથી મેળવ્યો ભવ્ય વિજય
અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ

Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. જોકે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને ભૂપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જોકે, પરિણામોની ચર્ચા વચ્ચે અમદાવાદના ગુજરાત ભાજપના બીજા અમિત શાહ પણ જીત્યા છે. અમદાવાદની એલિસબ્રિઝ બેઠક ઉપરથી અમિત પોપટલાલ શાહે એક લાખથી વધારે માર્જીન મતથી ઐતિહાસિક જીત નોંધાવી છે.

ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદની એલિસબ્રિઝ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ભિખુભાઈ હરગોવંદભાઈ દવેને 104796 મતોના માર્જીનથી હાર આપી હતી. અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહની આ ઐતિહાસિક જીત છે. 63 વર્ષીય અમિત પોપટલાલ શાહની ઉર્જા અંગે કાર્યકોરમાં પણ ચર્ચા છે.

ચૂંટણી પહેલા 80,000 મતોથી જીતવાનો દર્શાવ્યો હતો વિશ્વાસ

અમદાવાદ ભાજપના અત્યારના પ્રમુખ એલિસબ્રિજ વિધાનસભા સીટ ઉપર પ્રચંડ જીત મેળવનાર અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે અમિત પોપટલાલ શાહ પોતાની આ બાબતથી અડગ છે કે અમદાવાદ શહેરની 16 વિધાસભા સીટો પૈકી એકપણ સીટ પર આમ આદમી પાર્ટી જીતી નહીં શકે. અમિત શાહને પોતાના 80,000થી વધારે વોટો જીતવાનો પોક્કો વિશ્વાસ છે. એકવાર વિધાનસભા માટે ચૂંટણી જીત્યા બાદ પોતાના મત વિસ્તારના પાલડી વિસ્તારમાં અશાંત ધારા સંબંધી વિવાદોને હલ કરવાની કસમ ખાધી છે.

અમદાવાદ શહેરની બેઠકોની માહિતી

ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા જનતા વચ્ચે જવું જરૂરી સમજ્યું છે. તેમણે કહ્યું કે હું દરરોજ 18,000 પગલા ચાલું છે. ચૂંટણી પછી પણ લોકો સાથે પોતાનો જનસંપર્ક ચાલું રાખીશ. તેમણે કહ્યું કે અમે મતદારોના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી રહ્યા છીએ. સાથે જ તેમને પત્રીકાઓ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નગર સેવકના રૂપમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની એક પુસ્તિકા બનાવીશું.

અમિત શાહની કેટલી છે સંપત્તી?

શાહ પર 3.15 કરોડ રૂપિયાની જાહેર કરેલી ચલ અને અચલ સંપત્તીની સાથે 2002માં નર્મદા બચાવો આંદોલન દરમિયાન મેઘા પાટકર ઉપર હુમલો કરવાના ગુનાહિત કેસનો પણ સામનો કરી રહ્યા છે. આ કેસ હજી પણ અમદાવાદ મજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા અંગે ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરમાં ભાજપનું સંકલ્પ પત્ર 2022 બહાર પાડ્યું. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં યુવાનો માટે 20 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ- Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી ઐતિહાસિક માર્જીન સાથે જીત્યા

ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણીની જાહેરાતો કરતાં નડ્ડાએ કહ્યું, “શિક્ષણ માટે રૂ. 10,000 કરોડના બજેટ સાથે, આગામી પાંચ વર્ષમાં 20,000 સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ બનાવવામાં આવશે. આ જ રીતે 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું, “અમે મજૂરો માટે લેબર ક્રેડિટ કાર્ડ બનાવીશું. આ કાર્ડ દ્વારા અમે તેમને 2 લાખ સુધીની લોન વ્યાજ વગર આપીશું. આજ જ રીતે, જો SC, ST, OBC અથવા આર્થિક રીતે નબળા બાળકો ટોચની ક્રમાંકિત કૉલેજમાં પ્રવેશ મેળવે છે, તો તેમના અભ્યાસ માટે 50,000 રૂપિયા એક વખતના પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.

Web Title: Gujarat assembly election result 2022 live updates amit shah win ahmedabad

Best of Express