અવિનાશ નાયરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. આ વખતે મતદાનના આંકડા નિરાશા જનક આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કુલ મતદાન 64.33 ટકા નોંધાયું છે. છેલ્લા 10 વર્ષમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પુરું થયા બાદ મંગળારે ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા હતા. જે પ્રમાણે પહેલા તબક્કાનું 63.14 ટકા મતદાન સાથે કુલ 64.33 ટકા મતદાન થયું હતું. જે વર્ષ 2012માં નોંધાયેલા 71.02 ટકા અને 2017ના 69.01થી પણ ઓછું છે.
ઓછા મતદાન નોંધાવા અંગેના પ્રશ્ન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ઓછું મતદાનની સાથે સાથે ભાજપ દ્વારા જીતેલી સીટોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ભાજપે 2012માં 117 સીટો જીતી હતી. એ સમયે 70 ટકાથી વધારે વોટિંગ થયું હતું. 2017માં ભાજપની સીટો ઘટીને 99 થઈ ગઈ. તેમણે કહ્યું કે ચૂંટણીમાં અમે નજીકના મુકાબલાવાળી કેટલીક સીટો ગુમાવી શકીએ છીએ. કોંગ્રેસ ચૂંટણી પહેલા 125 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. અમે 110 સીટો મેળવીને એક્ઝિટ પોલને ખોટો સાબિત કરીશું.
ભાજપ રેકોર્ડ સંખ્યામાં સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે લગ્નની સિઝન હોવાના કારણે મતદાન ઓછું થયું છે. પરંતુ ભાજપના મતદાતાઓએ બહાર આવીને મતદાન કર્યું છે. અમે રેકોર્ડ સંખ્યામાં સીટો જીતીશું.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી: 2012માં કેશુભાઇ પટેલે ત્રીજો મોરચો બનાવી મોદીને પડકાર્યો, ભાજપની બેઠકો ઘટી
સૌથી વધારે 86.91 ટકા મતદાન બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નોંધાયું હતું. જે 2017માં નોંધાયેલા 86.15 ટકાથી થોડું સારું છે. સૌથી ઓછું 50.15 ટકા મતદાન દાહોદ જિલ્લાના ગરબાડા સીટ પર નોંધાયું હતું.
થરાદ માત્ર એક બેઠક નથી પરંતુ અહીં બનાસ ડેરીના અધ્યક્ષ અને પૂર્વ ભાજપ મંત્રી શંકર ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ છે. જોકે, આ એ 50 સીટોમાં છે જ્યાં દૂધ સહકારી સમિતિઓ છે અને બીજા ચરણમાં મદાનમાં તેમનો દબદબો હતો.
થરાદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની ડીસાનો પડોશી વિધાનસભા વિસ્તાર જ્યાં ચૂંટણી ઘોષણા પહેલા એક ભારતીય વાયુસેનાનો એરપોર્ટનું નિર્માણ કરવાનો વાયદો કર્યો હતો. 2017ની તુલનાએ અહીં વધારે મતદાન થયું હતું. ડીસામાં 73.94 ટકા મતદાન નોંધાયું હતું. ધાનેરામાં 75.63 ટકા મતદાન થયું હતું. બનાસકાંઠા જિલ્લાની નવ સીટોમાંથી ત્રણ સીટો પર 2017થી સારા આંકડા નોંધાયા છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી: 2012માં કેશુભાઇ પટેલે ત્રીજો મોરચો બનાવી મોદીને પડકાર્યો, ભાજપની બેઠકો ઘટી
ગાંધીનગર જિલ્લાની કલોલ સીટ અને ખેડા જિલ્લાની ઠાસરા અન્ય બે સીટો જ્યાં 2017ની ચૂંટણીની તુલનામાં બીજા તબક્કામાં મતદાન વધારે થયું હતું. સોમવારે જે 14 જિલ્લામાં મતદાન થયું ત્યાં સૌથી વધારે મતદાન બનાસકાંઠા જિલ્લામાં થયું હતું. અહીં 72.24 ટકા મતદાન થયું હતું જોકે, 2017માં 75.92 ટકાથી ઓછું મતદાન નોંધાયું હતું. અમદાવાદ જિલ્લામાં સૌથી ઓચું 58.49 ટકા મતદાન થયું હતું. 2017માં મતદાન 66.69 ટકા નોંધાયું હતું.
દાહોદ અને છોટા ઉદેપુર જે વધારે આદિવાસી વિસ્તાર ધરાવતા બે જિલ્લામાં પણ ઓછું મતદાન દેખાયું હતું. દાહોદમાં 60.07 ટકા અને છોટા ઉદેપુરમાં 66.54 ટકા મતદાન થયું હતું. 2017માં દાહોદમાં 66.84 ટકા અને છોટા ઉદેપુરમાં 70.96 ટકા મતદાન થયું હતું.