ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરનાર મોહનસિંહ રાઠવાથી કોંગ્રેસને કેમ મોટો ફટકો પડશે?

Gujarat assembly elections Mohansinh Rathava : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આદિવાસી મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ મહેનત કરી રહી છે ત્યારે મોહનસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં આવવું એ કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.

Updated : November 09, 2022 08:36 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરનાર મોહનસિંહ રાઠવાથી કોંગ્રેસને કેમ મોટો ફટકો પડશે?
મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

અદિતી રાજઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં આચારસંહિતા લાગી ગઈ છે. 8 ડિસેમ્બરે પરિણામ પણ જાહેર થશે. જોકે, અત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં જ છે. પક્ષપલટાનો સિલસિલો ચાલી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી ત્રણે પક્ષના નેતાઓ એકબીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે આદિવાસી બેલ્ટના પ્રસિદ્ધ નેતા ગણાતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આદિવાસી મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ મહેનત કરી રહી છે ત્યારે મોહનસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં આવવું એ કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.

10 વખત ધારાસભ્ય બન્યા છે મોહનસિંહ રાઠવા

વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા જ 10 વખત ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા અને ગુજરાતના પ્રમુખ આદિવાસી નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાથી કોંગ્રેસનો મોટો ફટકો લાગ્યો છે. મોહનસિંહ રાઠવા એ નેતાઓ પૈકીના એક નેતા છે જેઓ 2002ની હિંસા બાદની ચૂંટણીને છોડીને 1972થી અત્યાર સુધી એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. તેઓ કોઈપણ સિટ ઉપરથી લડ્યા હોય પરંતુ જીત એમના જ ફાળે જતી.

કોંગ્રેસની હવે કેમ વધશે ચિંતા?

વર્તમાનમાં મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. રાઠવાએ કોંગ્રેસ પાસે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગ ઉપર ધ્યાન આપવા અને પોતાના પુત્રની સીટ અપાવી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહ્યા બાદ તેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. આ માટે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ માટે અન્ય એક માથાનો દુઃખાવો એ છે કે રાઠવાના પુત્ર જેના માટે તેમણે ટિકિટ માંગી હતી તેના લગ્ન પ્રતિપક્ષ સુખરામ રાઠવાની પુત્રી સાથે થયા હતા. સુખરામ રાઠવા પણ એક મોટું નામ છે અને ગત વર્ષે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. કારણ કે પાર્ટી આદિવાસી વોટ બેન્કને ધ્યાનમાં રાખીને આમ કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી આદિવાસી મતદારોને આકર્ષવા કમર કસી

મોહનસિંહ રાઠવા વિપક્ષના નેતાના પદ ઉપર પણ હતા અને એક કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીનું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાથી ત્રીજા પક્ષનો મેદાનમાં સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી આક્રમક રૂપથી આદિવાસી મતદારોને આકર્ષી રહી છે. વડાપ્રધાન મોદીએ તાપી જિલ્લાના સોનગઢની આદિવાસી સીટથી પાર્ટીના અભિયાનની શરુઆત કરી હતી.

આ પણ વાંચોઃ- EWS quota: મંડલથી આગળ વધીને લાભાર્થી પોલિટિક્સ પર બીજેપીનો ભાર, જાણો પીએમ નરેન્દ્ર મોદી કેવી રીતે વધારી રહ્યા છે રાજનીતિ કદમ

પુત્રને ટિકિટ અપાવવાની હોડ

મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા બંને લાંબા સમયથી પોતાના પુત્રો માટે ટિકિટ મેળવવાની હોડમાં હતા. પાર્ટીના સૂત્રો પ્રમાણે 79 વર્ષીય મોહનસિંહ રાઠવાએ રાજનીતિમાંથી સન્યાસ લેવા માટે વર્ષ 2017 પહેલા પોતાનું વચન આપ્યું હતું. પરંતુ ફરીથી એ વર્ષની ચૂંટણી લડી હતી. ત્યારબાદ વર્ષ 2019માં તેમણે પોતાના પુત્ર રણજીતસિંહને પાર્ટીના લોકસભાના ઉમેદવારના રૂપમાં મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસને રાજ્યમાં એકપણ લોકસભાની સીટ મળી ન્હોતી.

આ પણ વાંચોઃ- મોહન સિંહ રાઠવા કોંગ્રેસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાયા, કોણ છે 10 વખત ચૂંટણી જીતનાર આ નેતા?

એકવાર ફરીથી આ વર્ષની શરુઆતમાં મોહનસિંહે નારણ રાઠવા સાથે એક સમજૂતિના રૂપમાં સેવાનિવૃત્ત થવાની રજૂઆત કરી હતી. જોકે, તેમણે ચૂંટણી નહીં લડવાનું પોતાનું મન બદલી દીધું હતું. જોકે આ અંગે વિરોધ થયો હતો. પાર્ટી નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહને મેદાનમાં ઉતારવા માંગતી હતી.

મોહનસિંહ રાઠવાએ પુત્રને રાજ્યસભાની ટિકિટ અપાવવા પણ કરી હતી કોશિશ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહનસિંહે રાજેન્દ્રસિંહ માટે રાજ્યસભાની ટિકિટ માટે પણ કોશિશ કરી હતી. પરંતુ નારણ રાઠવાનો કાર્યકાળ ડિસેમ્બર 2023 સુધી છે. છોટાઉદેપુર સીટ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. 60 અને 70ના દશકના ઉત્તરાર્ધ બાદ જ્યારે પાર્ટીએ સીટ ઉપર કબજો કર્યો હતો સુખરામ રાઠવાએ 1985થી 2002 સુધી સતત જીત મેળી હતી. એ વર્ષે ભાજપની જીત બાદ વર્ષ 2007માં મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને આ બેઠક પાછી અપાવી હતી. અને તેઓ 2012 અને 2017ની ચૂંટણી પણ જીત્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ