આમ આદમી પાર્ટી માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે

Gujarat Assembly election: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું (Gujarat Assembly election Phase 2) મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણી પરિણાં 8 ડિસેમ્બરના રોજ પ્રત્યક્ષ આવશે.ત્યારે આ વખતે ગુજરાત વિઘાનસભા ચૂંટણી આપ (AAp) માટે ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે મહત્વની ગણાય છે.

Written by mansi bhuva
December 05, 2022 10:04 IST
આમ આદમી પાર્ટી માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે
અરવિંદ કેજરીવાલનો પ્રચંડ પ્રચાર

વંદિતા મિશ્રા: મેં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વિધાનસબા ચૂંટણીને લઇ રિપોર્ટ તૈયાર કરવા માટે ગુજરાત પ્રવાસ કર્યો હતો.આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણી પરિણાં 8 ડિસેમ્બરના રોજ પ્રત્યક્ષ આવશે.ત્યારે આ વખતે ગુજરાત વિઘાનસભા ચૂંટણી આપ માટે ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે મહત્વની ગણાય છે.

આ વર્ષના પ્રારંભમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીમાં જીત હાંસિલ કરી સત્તા મેળવી છે. ત્યારે હવે વર્ષના અંતે આપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રસ દાખવી પડધો પાડ્યો છે કે, તેઓ મેદાનમાં ઉતર્યા છે. મેં જે ત્રણ ક્ષેત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં મુલાકાત કરી જનસંપર્ક કર્યો હતો, તેમાંથી આપ શહેર અને ગામમાં ચૌતરફ ચૂંટણી પ્રચારમાં રસ દાખવી રહ્યુ હતું.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 બીજો તબક્કો : આ 34 બેઠકોને લઇને ભાજપ કોંગ્રેસ ચિંતિત, આમ આદમી પાર્ટી બગાડી શકે છે બાજી

આમ આદમી પાર્ટીના ઉદ્ભવ વિશે વાત કરીએ તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરી રહેલા અન્ના હજારેના આંદોલન સમયે થયો હતો. જેને તત્કાલિન બદનામ uPA2ને ટાર્ગેટ કર્યો હતો. અન્ના હજારેએ આપ પાર્ટીના સર્જન માટે દિલ્હીમાં જમીન તૈયાર કરી હતી, જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા વિરૂદ્ધ 1 વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલને પંજાબમાં આપ માટે માર્ગ મોકળો કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ