વંદિતા મિશ્રા: મેં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વિધાનસબા ચૂંટણીને લઇ રિપોર્ટ તૈયાર કરવા માટે ગુજરાત પ્રવાસ કર્યો હતો.આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણી પરિણાં 8 ડિસેમ્બરના રોજ પ્રત્યક્ષ આવશે.ત્યારે આ વખતે ગુજરાત વિઘાનસભા ચૂંટણી આપ માટે ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે મહત્વની ગણાય છે.
આ વર્ષના પ્રારંભમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીમાં જીત હાંસિલ કરી સત્તા મેળવી છે. ત્યારે હવે વર્ષના અંતે આપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રસ દાખવી પડધો પાડ્યો છે કે, તેઓ મેદાનમાં ઉતર્યા છે. મેં જે ત્રણ ક્ષેત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં મુલાકાત કરી જનસંપર્ક કર્યો હતો, તેમાંથી આપ શહેર અને ગામમાં ચૌતરફ ચૂંટણી પ્રચારમાં રસ દાખવી રહ્યુ હતું.
આમ આદમી પાર્ટીના ઉદ્ભવ વિશે વાત કરીએ તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરી રહેલા અન્ના હજારેના આંદોલન સમયે થયો હતો. જેને તત્કાલિન બદનામ uPA2ને ટાર્ગેટ કર્યો હતો. અન્ના હજારેએ આપ પાર્ટીના સર્જન માટે દિલ્હીમાં જમીન તૈયાર કરી હતી, જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા વિરૂદ્ધ 1 વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલને પંજાબમાં આપ માટે માર્ગ મોકળો કર્યો હતો.