scorecardresearch

આમિર ખાનએ પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું… ‘મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર’

Aamir khan: આમિર ખાને દિલ્હીમાં નેશનલ કોન્ક્લેવમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પીએમ મોદી (PM Modi) ના ભરપૂર વખાણ કર્યા હતાં. ત્યારે હવે આ ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

aamir khan pm modi news
બોલિવૂડ અભિનેતા આમિર ખાન

Aamir Khan News: બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. અભિનેતાએ દિલ્હીમાં નેશનલ કોન્ક્લેવમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પીએમના ભરપૂર વખાણ કર્યા હતાં. ત્યારે હવે આ ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો શો મન કી બાત 100 એપિસોડ પૂરા થઇ ગયા છે. આ ખાસ પ્રસંગ પર બુધવારે દિલ્હીમાં નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

જેમાં આમિર ખાન અને રવિના ટંડન જેવા બોલિવૂડ સેલેબ્સના નામ સામેલ છે. આમિર ખાને કોન્ક્લેવમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શો મન કી બાતને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આમિર ખાને સવાલના જવાબમાં શોની પ્રશંસા કરી અને પીએમના પગલાને મહત્વપૂર્ણ ગણાવ્યું. આમિર ખાને કહ્યું, “મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર પડી છે. તે ખૂબ જ ઐતિહાસિક બાબત છે જે વડાપ્રધાને કરી છે.”

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ પૈકી એક ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા ચમકશે

આમિર ખાને કોન્ક્લેવમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શો મન કી બાતને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આમિર ખાને કહ્યું, “મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર પડી છે. તે ખૂબ જ ઐતિહાસિક બાબત છે જે વડાપ્રધાને કરી છે.” “આ કોમ્યુનિકેશનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે દેશના નેતા કરે છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરો, વિચારો આપો, સૂચન કરો, નેતૃત્વ કરો.” આ રીતે તમે સંચાર દ્વારા દોરી જાઓ છો. તમે તમારા લોકોને કહો છો કે તમે ક્યાં જોઈ રહ્યા છો, ભવિષ્ય માટે તમારી દ્રષ્ટિ શું છે, તમે તેને કેવી રીતે સમર્થન આપવા માંગો છો. તે એક મહત્વપૂર્ણ વાતચીત છે. જે મનની બાબતમાં થાય છે.

Web Title: Aamir khan praise prime minister narendra modi mann ki baat programme

Best of Express