‘સડક 2’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરાને ડ્રગ્સની તસ્કરીના આરોપ હેઠળ 1 એપ્રિલથી શારજાહા જેલમાં બંધ હતી. ત્યારે હવે 26 એપ્રિલ બુધવારના રોજ ક્રિસન પરેરાને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે, તેણે ક્રિસનના પરિવાર સાથે તેના ફેન્સને પણ હેરાન કર્યા છે. ત્યારે આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી અંથોની પાલની ધરપકડ કરી છે. તેને ક્રિસન પરેરાને શાહજાહમાં ડ્રગ્સ સાથે મોકલીને ફસાવવાનું ષંડયંત્ર રચ્યું હતુ.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પરેરાની માતા પ્રેમિલાએ કહ્યું, “તે એક ચમત્કાર છે. અમે ખૂબ જ ખુશ અને રાહત અનુભવીએ છીએ કે આખરે મારી દીકરીને મુક્ત કરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે તે આગામી 48 કલાકમાં ભારતમાં હશે.
ક્રિસન પરેરાને કેવી રીતે છોડવામાં આવી તે અંગે પૂછવામાં આવતા પ્રેમિલાએ કહ્યું કે, “અમને કોઈ જાણ નથી. જ્યારે અમે દિવસ પહેલા તેની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તેને તેના કપડાં લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. થોડા કલાકો પછી તેણે ફોન કર્યો કે તેને જેલમાંથી છોડી દેવાય છે. આવામાં અમને એ વાતની ખાતરી નથી કે, કોની હસ્તક્ષેપ દ્વારા ક્રિસનને મુક્ત કરી દેવાય, પરંતુ અમે એ બધાના આભારી છીએ જેમણે અમારું સમર્થન કર્યું. હું મારી દીકરીને જોવા માટે હવે ઇંતજાર કરી શકતી નથી.
પરેરાએ કરેલા વીડિયો કોલની ક્લિપમાં પ્રેમિલા તેની પુત્રીને કહેતી જોવા મળે છે,’ક્રિસન, શું તું ધૂપમાં છે? તુ આઝાદ છો”, અને આનંદથી ઝુમ રહે થે’. જ્યારે તેનો ભાઈ કેવિન તેને કહે છે કે, તારી મુક્તિ એ લોકો માટે આશા છે જેઓ ખોટા આરોપમાં જેલમાં બંધ છે.
રવિએ કથિત રીતે પરેરાને શારજાહમાં આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝ માટે ઓડિશનમાં ભાગ લેવા કહ્યું હતું, જેના માટે ટિકિટ અને હોટલ બુક કરવામાં આવી હતી. 1 એપ્રિલના રોજ, જ્યારે તે શારજાહ જવા રવાના થઈ રહી હતી, ત્યારે રવિએ તેને એક સ્મૃતિચિહ્ન આપ્યું જેમાં ડ્રગ્સ છુપાયેલું હતું. ત્યારબાદ આરોપીએ શારજાહ પોલીસને જાણ કરી હતી. જે બાદ અભિનેત્રીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સોનાક્ષી સિંહા ગુપ ચુપ રીતે ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે, અર્પિતા ખાને કર્યું કન્ફર્મ
સમગ્ર મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ દરમિયાન પરેરાની માતા સાથેની લડાઈથી પોલ કથિત રીતે નારાજ હતો અને તેણે બદલો લેવા માટે આ યોજના ઘડી હતી. પરેરા ઉપરાંત, તેઓએ અન્ય ચાર લોકો પર પણ આ પ્રયાસ કર્યો, જેમાંથી એક – ક્લેટોન રોડ્રિગ્સ – હજુ પણ શારજાહ જેલમાં બંધ છે.