બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલ વેબ સીરિઝ ‘દહાડ’દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસ દહાડમાં એક અનોખા અવતારમાં જોવા મળશે. ત્યારે સોનાક્ષી સિંહાની આ અપકમિંગ સિરીઝનું જોરદાર ટીઝર પણ રિલીઝ થઈ ગયુ છે. સોનાક્ષી સિંહા પ્રોફેશનલ લાઇફની સાથે પોતાની અંગત જીવનને કારણે પણ હાલ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, અભિનેત્રી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. આવો જાણીએ આ અહેવાલમાં કે આ અફવામાં કેટલું તથ્ય છે.
જોકે બંનેમાંથી કોઈએ અત્યાર સુધી ડેટિંગની આ અફવાઓ પર કંઈ કહ્યું નથી. પરંતુ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની એક પોસ્ટે આ બંનેનો પર્દાફાશ કર્યો છે. અર્પિતાએ સોનાક્ષી અને ઇકબાલ વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી છે. ત્યારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
ખરેખર, અર્પિતા ખાને હાલમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સોનાક્ષી સિંહાને ‘ભાભી’ કહીને સંબોધી હતી. આ પોસ્ટ ચર્ચામાં આવતાની સાથે જ તેને ડિલીટ કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે એવું કહેવાય છે કે અર્પિતા ખાને પોતે જ તેની પોસ્ટ ડિલીટ કરી છે.
અર્પિતાએ ભલે પોસ્ટ ડિલીટ કરી દીધી હોય પરંતુ ત્યારથી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના સિક્રેટ ડેટિંગના સમાચારે જોર પકડ્યું. એવી ચર્ચા છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.
જણાવી દઈએ કે અર્પિતા ખાને બીજી ઘણી તસવીરો શેર કરી છે જેમાં હુમા કુરેશીની ઈદ પાર્ટીની ઘણી તસવીરો છે અને અહીં ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા નજીકથી પકડેલા જોવા મળે છે.
આ પણ વાંચો: આમિર ખાનએ પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું… ‘મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર’
સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લીવાર OTT સિરીઝ ‘દહાડ’માં જોવા મળી હતી. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળશે. જ્યારે ઝહીર ઈકબાલ લાંબા સમયથી કોઈ ફિલ્મનો ભાગ નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કેટલાક સારા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યો છે. જો કે તે આ અંગે ખૂબ જ ગંભીર છે અને સ્ક્રિપ્ટની શોધમાં છે.