Palak Tiwari: ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વવેતા તિવારીના દીકરી પલક તિવારી અવારનવાર પોતાની બોલ્ડ અદાઓ અને હોટ તસવીરોને કારણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં પલક તિવારીએ સલમાન ખાન અંગે મોચો ખુલાસો કર્યો હતો કે, અભિનેતાએ સેટ પર છોકરીઓના કપડા પહેરવા બાબતે નિયમ બનાવ્યો છે. ત્યારબાદ પલક તિવારીને માફી માંગવી પડી રહી છે. જો કે ફરી પલક તિવારીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ વખતે તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સંબંઘિત ખુલાસો કર્યો છે.
તાજેતરમાં પલક તિવારીને એક ઇન્ટરવ્યૂમાં આર્યન ખાન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, આર્યન ખાન જેઓ દેખાય છે હકીકતમાં તેઓ જ છે. ઓછું બોલવુ પરતું જ્યારે પણ વાત કરે તો તે કોઇ કામની હોય છે. તે ખુબ પ્રેમાળ અને શાંત સ્વભાવનો છે. તે પાર્ટીમાં પણ પોતાનામાં જ વ્યસ્ત રહે છે. તમે તેની સાથે વાત કરશો ત્યારે જ તે તમારી સાથે વાત કરશે. જો કે, તે વધુ સમય મૌન રહેવાનું જ પસંદ કરે છે.
પલક તિવારીએ એક ઇન્ટવ્યૂમાં અલી ખાન સંગ પોતાના સંબંધ અંગે પણ ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, ઇબ્રાહિમ મારો મિત્ર છે.મને તેની સાથે હરવું-ફરવું પસંદ છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે અમે આયેદિન એકબીજા સાથે મેસેજ કે કોલ પર વાત કરીએ છીએ. એ મારો સારો મિત્ર છે. જે મને પસંદ છે.
ઉલ્લેખનીય છે કે, પલક તિવારી સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી જાન’ થી બોલિવૂડમાં અને ફિલ્મી કારકિર્દીમાં પ્રવેશ કરવા જઇ રહી છે. સલમાન ખાન સ્ટારર આ ફિલ્મ ઇદના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાઉથની સુપરસ્ટાર પૂજા હેગડે સાથે જોરદાર રોમાન્સ કરતો જોવા મળશે. જેનો એક નમુનો આ ફિલ્મનું ગીત ‘દિલ નયો લગદા’માં જોવા મળી રહ્યું છે.