Miss India 2023 Nandin Gupta: દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા મિસ ઇન્ડિયાની 59મી આવૃતિ ઇન્ડોર સ્ટેડિમ, ખુમાન લેમ્પક, મણિપુર ખાતે યોજાઇ હતી. જેમાં ડેશિંગ કાર્તિક આર્યન અને અભિનેત્રી અનન્યા પાંડેની ઉપસ્થિતિએ શોની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ સૌંદર્ય સ્પર્ધા માટે દેશભરમાંથી સ્પર્ધકોએ ભારે મહેનત કરી હતી. આ સ્પર્ધામાં 29 રાજ્યો (દિલ્હી સહિત) અને તમામ કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર સહિત)ના પ્રતિનિધિઓમાંથી સ્પર્ધકો આવ્યા હતા. જેમાં 30 સહભાગીઓ સામેલ હતા. જે પૈકી રાજસ્થાનની નંદિની ગુપ્તા (Nandini Gupta) એ ફેમિના મિસ ઈન્ડિયા 2023 બ્યુટી પેઝેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. નંદિની ગુપ્તાની રસપ્રદ વાત એ છે કે, તેણે 19 વર્ષની વયે આ ખિતાબ જીત્યો છે. જે અન્ય માટે પ્રેરણા સમાન વાત કહેવાય. ત્યારે આવો જાણીએ નંદિની ગુપ્તા કોણ છે અને તેને તેનું આ સપનુ પૂરુ કરવા માટે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો.
નંદિની ગુપ્તાએ શ્રેયા પૂંજા અને સ્ટ્રેલા થૌના ઓઝમ લુવાંગ અને અન્ય સુંદરીઓને પાછળ મુકીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. એવામાં શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર-અપ રહી તો વળી સ્ટ્રેલા થૌના ઓઝમ લુવાંગને સેકન્ડ રનરઅપ ઘોષિત કરવામાં આવી હતી. નંદિનીની જીત બાદ પૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ તેને તાજ પહેરાવ્યો હતો. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની રહેનારી છે. આ તાજને પોતાના નામે કરવા માટે નંદિનીએ ખૂબ જ મહેનત કરી છે. નંદિની ઘણાં સમય પહેલાં મોડેલિંગ માટે પેશનેટ રહી છે. પોતાના આ સપનાંને પૂરું કરતાં-કરતાં તેણી આ મુકામે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: કપિલ શર્મા શો બંધ થવા પાછળ આ છે કારણ, જાણો છેલ્લો એપિસોડ તમે ક્યારે જોઇ શક્શો
જોકે, એવું નથી કે, મોડેલિંગની સાથે તેણી અભ્યાસમાં ધ્યાન નથી આપી રહી. નંદિની અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર રહી છે. તેણીએ સંત પૉલ સીનિયર સેકન્ડરી સ્કૂલમાં પોતાની શિભા પૂરી કરી અને હાલ લાલા લાજપત રાય કોલેજથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. નંદિનીને લઈને કહેવામાં આવે છે કે તેણી ફક્ત 10 વર્ષની હતી, ત્યારે જ તેણીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પોતાના સિરે સજાવવાનું સપનું જોવાનું શરુ કરી દીધું હતું.