અભિનેત્રી રકુલ પ્રીત સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. રકુલ પ્રીત સિંહને EDએ ટોલીવૂડ ડ્રગ મામલા સાથે સંકળાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં સામેલ હોવા બાબતે સમન પાઠવ્યુ છે. મની લોન્ડ્રીંગ મામલે રકુલ પ્રીત સિંહે ED સમક્ષ 19 ડિસેમ્બરના રોજ હાજર થવું પડશે. કારણ કે તે દિવસે રકુલ પ્રીત સિંહની આ મામલે પૂછતાજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રીંગ કેસ બાબતે આ પહેલા ઘણા સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી છે. જેમાંથી રકુલ પ્રીત સિંહની 3 સપ્ટેમ્બર 2021માં ઇન્કવાયરી કરવામાં આવી હતી.
EDએ ચાર વર્ષ જૂના ડ્ર્ગ્સ તસ્કરી મામલે છેલ્લા કેટલાય સમયથી તપસા આદરી છે. આ તપાસમાં ટોલિવૂડના ઘણા સિતારાઓ પણ સામેલ થયા છે. આ સાથે EDએ આ કેસમાં ગયા વર્ષે તેલુગુ અભિનેતાઓ અને નિર્માતાઓ પર શંકા આવતા પૂછપરછ કરી હતી.
સમગ્ર મામલે રકુલ પ્રીત સિંહ ત્યારે ચર્ચાનો વિષય બની હતી જ્યારે તેને સુશાંત સિંહ રાજપૂત સંબંધિત ડ્રગ્સ કેસ મામલે મીડિયા કવરેજને લઇ દિલ્હી હાઇકોર્ટના શરણે ગઇ હતી. જે અંતર્ગત રકુલ પ્રીત સિંહે કોર્ટ સમક્ષ એવી માંગ કરી હતી કે, તેની વિરૂદ્ધ ડ્રગ્સ મામલામાં મીડિયા રિપોર્ટને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે.
આ સાથે રકુલ પ્રીત સિંહે કોર્ટમાં જણાવ્યું હતું કે, મીડિયામાં પ્રસારિત અથવા છાપવામાં આવતા સમાચારોને કારણે મારી ઇમેજ પર ખરાબ પ્રભાવ પડે છે. રકુલ પ્રીત સિંહે મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે, તેમની કારકિર્દીને લઇ ફેક ન્યૂઝ ચલાવવામાં આવે છે. એવા ઘણા સમાચારો જે તેમની સાથે ખાતરી કર્યા વગર ચલાવવામાં આવી રહ્યા છે.