scorecardresearch

આદિપુરૂષ ટ્રેલર: પ્રભાસ-કૃતિ સેનનની મહાકાવ્ય ફિલ્મમાં અત્યાધુનિક VFX મોટી લડાઈ દર્શાવે છે, સૈફ અલી ખાનનો સ્ક્રીન ટાઇમ ઓછો કરાયો

Adipurush Trailer: સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જાણો દર્શકોનો કેવો પ્રતિસાદ છે?

adipurush trailer
સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર રિલીઝ

પ્રભાસ અભિનીત મહાકાવ્ય ફિલ્મ આદિપુરુષનું નવું ટ્રેલર આખરે ભારે અપેક્ષાઓ વચ્ચે બહાર આવ્યું છે. દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ એ મહાકાવ્ય રામાયણનું મોટા પડદા પરનું રૂપાંતરણ છે, જેમાં ભગવાન રામ તરીકે પ્રભાસ, સીતા તરીકે કૃતિ સેનન અને લંકેશ તરીકે સૈફ અલી ખાન અભિનિત છે. આદિપુરુષનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું, પરંતુ તેના VFXની નબળી ગુણવત્તા માટે તેને નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આલોચનાત્મક સ્વાગત બાદ, ફિલ્મને શેલ્વ કરવાનો અને દ્રશ્યોને ઠીક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ આ સમયે ચર્ચાનો વિષય બનેલી છે. ફિલ્મ ‘આદિપુરુષ’નું સત્તાવાર ટ્રેલર આજે મંગળવારે એટલે કે 9મી મેના રોજ રિલીઝ થઇ ગયું છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર ઓનલાઈન લીક થઈ ગયું હતું. આ ચોક્કસપણે ફિલ્મના નિર્માતાઓને મોટો ઝટકો આપી શકે છે અને પ્રભાસને પણ તે બિલકુલ પસંદ નહીં આવે.

નવું ટ્રેલર હનુમાનના વર્ણનથી શરૂ થાય છે, જે આપણને વાર્તાતી પરિચિત,વનવાસ, સીતાનું અપહરણ અને હનુમાનની વફાદારી તરફ લઈ જાય છે. ટ્રેલરનો બીજો ભાગ લગભગ સંપૂર્ણ રીતે ભાષણો અને લડાઇઓથી બનેલો છે. ટીઝરથી વિપરીત, નવું ટ્રેલર લંકેશ વિશે વધુ જણાવતું નથી, જે ટ્રેલરની મધ્યમાં વેશમાં દેખાય છે, અને પછી અંત તરફ તેની ટૂંકી ઝલક દેખાડવામાં આવે છે.

સોમવારે હૈદરાબાદમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના એક થિયેટરમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રભાસ, કૃતિ સેનન અને દિગ્દર્શક ઓમ રાઉત સહિત ફિલ્મની ટીમે હાજરી આપી હતી. અહેવાલો સૂચવે છે કે ચાહકોએ ‘જય શ્રી રામ’ ના નારાઓ વચ્ચે સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી. ટ્રેલર સ્ક્રીનિંગ પછી પ્રભાસે ચાહકોને સંબોધતા કહ્યું, “જય શ્રી રામ! ટ્રેલર કેવું છે? સીજી કેવું છે?

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નિર્માતાએ ફિલ્મનું ટ્રેલર પહેલા હૈદરાબાદથી રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આદિપુરુષ માટે અહીંથી પ્રતિસાદ હંમેશા અસાધારણ રહ્યો છે. અમે બધા તમારી પ્રતિક્રિયા જોવા અહીં આવ્યા છીએ. કારણ કે જો તમને તે ગમશે, તો દરેકને તે ગમશે. જય શ્રી રામ. તમને સૌને પ્રેમ કરું છું.”

આ પણ વાંચો: સુનીલ શેટ્ટીએ જમાઇ કેએલ રાહુલને ઇજા થવા પર WTCમાંથી બહાર કરવા અંગે આપી પ્રતિક્રિયા, કહ્યું, રમતથી કોઇ…

આદિપુરુષ’ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ સિવાય બોલિવૂડ સુપરસ્ટાર સૈફ અલી ખાન, સની સિંહ અને અભિનેત્રી કીર્તિ સેનન જેવા ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ખબર છે કે ‘આદિપુરુષ’ના ટીઝર રિલીઝ દરમિયાન આ ફિલ્મને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ ‘આદિપુરુષ’નું સત્તાવાર ટ્રેલર મંગળવારે એટલે કે 9મી મેના રોજ રિલીઝ થવાનું છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર ઓનલાઈન લીક થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Web Title: Adipurush trailer release date prabhas and kiriti sanon news

Best of Express