WTC Final 2023, IND vs AUS: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ભારતીય સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલે WTCની ફાઇનલમાંથી બહાર થઇ ગયો છે. આ જાણકારી તેણે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી હતી. હાલમાં આઈપીએલમાં થયેલી ઇજા પછી તે આજે 9 મે મંગળવારે જાંઘની સર્જરી કરાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ મેદાન પર 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. ત્યારે તેના સસરા સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી.
સુનીલ શેટ્ટીએ પણ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,રાહુલ 9મીએ સર્જરી કરાવશે અને આ માટે અમને તમારી શુભેચ્છાઓની જરૂર છે. ભારતીય ટીમમાં સારા ખેલાડીઓ છે અને બધા શાનદાર છે. તેણે વધુમાં કહ્યું કે હું માનું છું કે WTC ફાઇનલમાં અન્ય ખેલાડી માટે આ તક હોઈ શકે છે. ઉપરાંત, રમતથી કોઈ ખેલાડી મોટો નથી.
આ પણ વાંચો: જો મારા લગ્ન પરંપરાગત હોત તો મને લાગે છે કે હું કંઇ જ ન હોત: હેમા માલિની
નોંધનીય છે કે, કેએલ રાહુલે આ વર્ષની શરૂઆતમાં સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સુનીલ શેટ્ટીએ અન્ય એક સાક્ષાત્કારમાં કહ્યું હતુ કે, “હું ગર્વિત પિતા છું. ધન્ય છે આથિયા અને ધન્ય છે અહાન કેમ કે તેને તેની પાસેથી શીખવા મળે છે. તે શાંત, કંપોઝ, ખૂબ આદરણીય છે. મને નથી લાગતું કે હું વધુ સારા પુત્રની માંગ કરી શક્યો હોત”. અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે હેરા ફેરા 3નું શૂટિંગ કરી રહેલ સુનીલ શેટ્ટી છેલ્લે વેબ સિરીઝ હન્ટરમાં જોવા મળ્યો હતો.